- હાઇપરસોનિક મિસાઇલ એવેન્ગાર્ડ વિશ્વના કોઈપણ સ્થળે 30 મિનિટમાં હુમલો કરી શકે
- યુક્રેન દ્વારા હવાઈ હુમલા નિષ્ફળ બનાવાતા રશિયાઈ હાઇપરસોનિક મિસાઇલ ગોઠવી
- આ પહેલા રશિયાએ યુક્રેન પર કિંજલ મિસાઇલથી હુમલો કર્યો હતો
રશિયાના સંરક્ષણ મંત્રાલયે ઓરેનબર્ગ ક્ષેત્રમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ હાઇપરસોનિક એવન્ગાર્ડ મિસાઇલ સિસ્ટમ તૈનાત કરી છે. રશિયાનો દાવો છે કે જો આ મિસાઈલ છોડવામાં આવે છે તો તે 30 મિનિટમાં દુનિયાના કોઈપણ ખૂણે લક્ષ્ય પર હુમલો કરી શકે છે. તેની ઝડપ અવાજની ગતિ કરતા 27 ગણી વધારે છે. એટલે કે તે 33076 કિલોમીટર પ્રતિ કલાક છે. એવન્ગાર્ડ મિસાઈલનું વજન લગભગ 2000 કિલોગ્રામ છે.
જો તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ હોય અને હવામાં ભેજ ન હોય તો આ એવન્ગાર્ડ મિસાઈલ એક સેકન્ડમાં લગભગ 10 કિલોમીટરનું અંતર કાપી શકે છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ મિસાઈલની તૈનાતી સાથે તેમની સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સની તાકાત વધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વર્ષ 2018માં કહ્યું હતું કે આ મિસાઈલ અજેય છે. દુનિયાની કોઈપણ એન્ટી મિસાઈલ સિસ્ટમ તેને મારી શકતી નથી.
રશિયાએ કહ્યું છે કે તેણે યુક્રેન પર 76 હુમલા કર્યા છે. જેમાંથી મોટાભાગના યુક્રેનિયન આર્મી અને એરફોર્સ દ્વારા નિષ્ફળ બનાવાયા હતા, કારણ કે યુક્રેનને પશ્ચિમી દેશો પાસેથી હથિયારો મળ્યા છે. રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો. ત્યારથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. શુક્રવારે, રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર 40 મિસાઇલો છોડી હતી, પરંતુ તે લગભગ તમામને યુક્રેનની સેનાએ અટકાવી દીધી હતી. એટલા માટે રશિયાએ વિશ્વની સૌથી ઘાતક મિસાઈલ તૈનાત કરી છે.
રશિયાએ આ વર્ષે માર્ચમાં તેની બીજી હાઇપરસોનિક મિસાઇલ કિંજલથી યુક્રેન પર હુમલો કર્યો હતો. આ મિસાઈલને ખંજર એટલે કે ડેગર પણ કહેવામાં આવે છે. હાયપરસોનિક મિસાઈલ એ એવા હથિયારો છે જે અવાજ કરતા પાંચ ગણી ઝડપે દોડે છે. જો મિસાઇલ 6100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે તો તેને હાઇપરસોનિક કહેવામાં આવે છે. ઝડપ અને દિશા બદલવાની તેમની ક્ષમતા એટલી ચોક્કસ અને શક્તિશાળી છે કે તેમને ટ્રેક કરીને મારવા અશક્ય છે.
આ પણ વાંચોઃ
Kim Jong Un North Korea/ ઉત્તર કોરીયાએ ફરીથી જાપાન બાજુ કર્યુ વધુ એક મિસાઇલ પરીક્ષણ
PM Modi/ ત્રિપુરાને 4,300 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યક્રમોની પીએમ મોદીએ આપેલી ભેટ