PM Modi/ ત્રિપુરાને 4,300 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યક્રમોની પીએમ મોદીએ આપેલી ભેટ

ત્રિપુરાના અગરતલામાં લોકો PM મોદીના રોડ શો દરમિયાન તેમની કાર પર ફૂલની પાંખડીઓ વરસાવે છે. PM મોદીએ અહીં રૂ. 4,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

Top Stories India
PM Modi tripura ત્રિપુરાને 4,300 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યક્રમોની પીએમ મોદીએ આપેલી ભેટ
  • પીએમ મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો શુભારંભ કર્યો
  • 3,400 કરોડથી વધુ રકમના ખર્ચે તૈયાર કરાયેલા મકાનો બે લાખથી વધુ લાભાર્થીઓને અપાશે
  • નોર્થઇસ્ટમાં કનેક્ટિવિટી પહેલા કરતાં વધારે સારી બની હોવાનો દાવો

ત્રિપુરાના અગરતલામાં લોકો PM મોદીના રોડ શો દરમિયાન તેમની કાર પર ફૂલની પાંખડીઓ વરસાવે છે. PM મોદીએ અહીં રૂ. 4,300 કરોડથી વધુના મૂલ્યના વિવિધ મોટા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના – શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ લાભાર્થીઓ માટે ‘ગૃહ પ્રવેશ’ કાર્યક્રમ શરૂ કર્યો. 3,400 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ મકાનો 2 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેશે.

આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 8 વર્ષમાં નોર્થ ઈસ્ટ સેક્ટરમાં ઘણા નેશનલ હાઈવે બનાવવામાં આવ્યા છે. ઘણા ગ્રામીણ વિસ્તારો રસ્તા દ્વારા પણ જોડાયેલા છે. અમારી ડબલ એન્જિન સરકારનું ધ્યાન ભૌતિક, ડિજિટલ તેમજ સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા પર છે.

પીએમ મોદીએ કહ્યું, હું ત્રિપુરાના લોકોને સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે અભિનંદન આપું છું. આ સાથે ત્રિપુરા નાના રાજ્યોની શ્રેણીમાં સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. આજે નવી ડેન્ટલ કોલેજ મેળવવા બદલ હું ત્રિપુરાને અભિનંદન આપું છું.

આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે ત્રિપુરાના નાના ખેડૂતો, નાના ઉદ્યમીઓ અને દરેકને સારી તક મળે તે માટે ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે. સરકાર અહીંના સ્થાનિકને વૈશ્વિક બનાવવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચોઃ

Shiv Sena Signs/ ઉદ્ધવ ઠાકરે જૂથને ઝાટકોઃ શિવસેનાનું નામ-ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કરવા હાઇકોર્ટનો ઇન્કાર

Tax Collection/ વર્તમાન નાણાકીય વર્ષમાં ટેક્સ કલેકશન 26 ટકા વધી 13.63 લાખ કરોડ