Supreme Court/ જજોની નિવૃત્તિ વય ત્રણ વર્ષ વધારવી જોઈએ, બાર એસો.ના પ્રમુખે સુપ્રિમ કોર્ટને પત્ર લખ્યો

તેમણે જણાવ્યું કે ભારતના 14મા કાયદા પંચના અહેવાલમાં ન્યાયાધીશોને નિવૃત્તિ પછીની નોકરીઓ ઓફર કરવાની…………….

Top Stories India
Image 97 જજોની નિવૃત્તિ વય ત્રણ વર્ષ વધારવી જોઈએ, બાર એસો.ના પ્રમુખે સુપ્રિમ કોર્ટને પત્ર લખ્યો

New Delhi : સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ આદિશ અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કાયદામાં અનેક સુધારા કરવાની વિનંતી કરી છે. તેમાં ન્યાયાધીશો માટે રાજકારણમાં જોડાવા માટે ફરજિયાત બે વર્ષનો ‘કૂલિંગ ઓફ પિરિયડ’ પણ સામેલ છે.

તેમણે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર વધી રહેલા જોખમને રોકવા માટે પણ વિનંતી કરી છે. તેમણે પત્રમાં કહ્યું છે કે ટ્રિબ્યુનલ અને કમિશનમાં નિવૃત્ત જજોની જગ્યાએ વર્તમાન જજોની નિમણૂક માટે કાયદામાં યોગ્ય સુધારા કરવા જોઈએ અને જજોની નિવૃત્તિ વયમાં ત્રણ વર્ષનો વધારો કરવો જોઈએ.

આદિશ અગ્રવાલે પત્રમાં દાવો કર્યો છે કે 2008થી 2011 દરમિયાન સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયેલા 21 જજોમાંથી 18 જજોને વિવિધ કમિશન અને ટ્રિબ્યુનલમાં કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ભારતના 14મા કાયદા પંચના અહેવાલમાં ન્યાયાધીશોને નિવૃત્તિ પછીની નોકરીઓ ઓફર કરવાની વર્તમાન પ્રથામાં ફેરફારની ભલામણ કરવામાં આવી હતી અને દલીલ કરાઈ હતી કે આવી નિમણૂકો ન્યાયિક સ્વતંત્રતા પર અસર કરે છે. આ વ્યવસ્થા ન્યાયતંત્રની ગરિમા અને દરજ્જાને કમજોર કરે છે. તેમણે અનુરોધ કર્યો છે કે ન્યાયાધીશોની નિવૃતિની ઉંમર 60 થી વધારીને 63 કરી દેવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ ત્રણ ચહેરાઓનું ભાવિ શું હશે? ટિકિટની સંભાવનાઓ ઓછી, ભાજપે બનાવી નવી રણનીતિ

આ પણ વાંચો:બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનાં પડઘમ સાંજે 6 વાગ્યાથી શાંત થઈ જશે

આ પણ વાંચો:બંગાળમાં જ્યાં રામ નવમી પર હિંસા થઈ હતી, ત્યાં લોકસભાની ચૂંટણી ન થવી જોઈએ