Gujarat Election/ BTPમાં વિખવાદ વચ્ચે છોટુ વસાવાની જાહેરાત,આવતીકાલે ઝઘડિયા બેઠક માટે ચૂંટણી ફોર્મ ભરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દવિસો જ બાકિ રહ્યા છે ત્યારે રાજકિય સમીકરણો પ્રતિ દિન બદલાઇ રહ્યા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
9 14 BTPમાં વિખવાદ વચ્ચે છોટુ વસાવાની જાહેરાત,આવતીકાલે ઝઘડિયા બેઠક માટે ચૂંટણી ફોર્મ ભરશે
  • ઝઘડિયાના રાજકારણમાં નવો વળાંક…
  • છોટુ વસાવાએ ટ્વીટ કરી જણાવ્યું આવતીકાલે ફોર્મ ભરશે,
  • ટેકેદારોને હાજર રહેવા અનુરોધ….
  • પક્ષ અંગે સસ્પેન્સ અકબંધ…

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દવિસો જ બાકિ રહ્યા છે ત્યારે રાજકિય સમીકરણો પ્રતિ દિન બદલાઇ રહ્યા છે. BTPના સંયોજક છોટુ વસાવાએ ટ્વિટ કરીને માહિતી આપી છે કે તે આવતીકાલે ચૂંટણી ફોર્મ ભરશે.તમામ ટેકેદારોને હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યું છે. પક્ષ અંગે કોઇ માહિતી આપી નથી.

ઉલ્લેખનીય છે કે  ગુજરાતના દબંગ નેતા છોટુભાઈ વસાવા સામે દીકરા મહેશ વસાવાએ મોરચો માંડ્યો છે અને આખી બીટીપી પાર્ટી હાઈજેક કરી લીધી હોય એવું ચિત્ર ઊપસ્યું છે. એટલું જ નહીં વસાવા પરિવારનો ઝઘડો પણ બહાર આવ્યો છે.

આવતી કાલે હું 14.11.2022 ના રોજ 152 ઝગડીયા વિધાનસભા ની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનો છું. મારા તમામ કાર્યકરો એ ઝગડીયા ખાતે હાજર રહેવુ.@abpasmitatv @VtvGujarati @bbcnewsgujarati @tv9gujarati @News18Guj @Zee24Kalak @GSTV_NEWS @Gujaratmitr @gujratsamachar @IndianExpress pic.twitter.com/5GTng9YCRG

— Chhotubhai Vasava (@Chhotu_Vasava) November 13, 2022