Not Set/ ટીપું સુલતાનની જયંતી પર કર્ણાટકમાં છેડાયો જંગ, BJPએ કહ્યું, હિન્દુઓના હત્યારાઓનું શ્રાદ્ધ કરી રહી છે કોંગ્રેસ

બેંગલુરુ, ૧૮ મી સદીમાં મૈસુરના શાસક ટીપું સુલતાનની શનિવારે જયંતી છે, ત્યારે કર્ણાટકમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ રીતે આ જયંતીને મનાવવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનની સરકાર દ્વારા મનાવવામાં આવી રહેલી આ જયંતીને લઈ વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભાજપ સહિત અન્ય સંગઠન રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમનો […]

Top Stories India Trending
Master 2 ટીપું સુલતાનની જયંતી પર કર્ણાટકમાં છેડાયો જંગ, BJPએ કહ્યું, હિન્દુઓના હત્યારાઓનું શ્રાદ્ધ કરી રહી છે કોંગ્રેસ

બેંગલુરુ,

૧૮ મી સદીમાં મૈસુરના શાસક ટીપું સુલતાનની શનિવારે જયંતી છે, ત્યારે કર્ણાટકમાં રાજ્ય સરકાર દ્વારા ખાસ રીતે આ જયંતીને મનાવવામાં આવી રહી છે. જો કે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધનની સરકાર દ્વારા મનાવવામાં આવી રહેલી આ જયંતીને લઈ વિપક્ષી પાર્ટી ભાજપ દ્વારા સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ભાજપ સહિત અન્ય સંગઠન રાજ્ય સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામી પર સવાલો ઉભા કર્યા છે કે, આ જયંતી સમારોહ સબંધિત કાર્યક્રમમાં તેઓ શામેલ કેન થઇ રહ્યા નથી ?

બીજી બાજુ હરિયાણા સરકારમાં કેબિનેટ મંત્રી અને ભાજપના નેતા અનિલ બોજે કોંગ્રેસ પાર હુમલો બોલ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે લાખો હિંદુઓના હત્યારા ટીપું સુલતાનનું શ્રાદ્ધ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ સ્વાસ્થ્યના કારણો આપતા આ કાર્યક્રમથી કિનારો કરી લીધો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ વિવાદથી બચવા માટે સીએમએ પોતે જ આ કાર્યક્રમથી પોતાને અલગ કરી લીધા છે.

જો કે ટીપું સુલતાનની જયંતી પર શામેલ ન થવા પર ભાજપ દ્વારા બોલવામાં આવી રહેલા હુમલા વચ્ચે મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેઓએ કહ્યું હતું કે, “ડોકટરોને મને આરામ આપવાની સલાહ આપી છે, જેથી હું આ જયંતી સમારોહમાં શામેલ થઇ રહ્યો નથી”.