Not Set/ મેડમ તુસાદ મ્યુઝીયમમાં શાહીદ કપૂરના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

સિંગાપુર, વધુ એક બોલીવુડ સ્ટારનું વેક્સ સ્ટેચ્યૂ જાણીતા મેડમ તુસાદ મ્યુઝીયમની શોભા વધારશે.સિંગાપુર ખાતે આવેલા મેડમ તુસાદમા મ્યુઝીયમમાં શાહિદ કપૂરના વેક્સના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું.ગુરૂવારે શાહિદ કપુર તેની પત્નિ મીરાં રાજપુત સાથે સિંગાપુર પહોંચ્યો હતો અને અહીં તેણે તેના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું. શાહિદે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું.અનાવરણ સમયે ‘કમીને’ ફિલ્મનું […]

Top Stories Entertainment
eeds મેડમ તુસાદ મ્યુઝીયમમાં શાહીદ કપૂરના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કરાયું

સિંગાપુર,

વધુ એક બોલીવુડ સ્ટારનું વેક્સ સ્ટેચ્યૂ જાણીતા મેડમ તુસાદ મ્યુઝીયમની શોભા વધારશે.સિંગાપુર ખાતે આવેલા મેડમ તુસાદમા મ્યુઝીયમમાં શાહિદ કપૂરના વેક્સના સ્ટેચ્યુનું અનાવરણ કરાયું હતું.ગુરૂવારે શાહિદ કપુર તેની પત્નિ મીરાં રાજપુત સાથે સિંગાપુર પહોંચ્યો હતો અને અહીં તેણે તેના વેક્સ સ્ટેચ્યુનું અનાવરણ કર્યું હતું.

શાહિદે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ કરીને વેક્સ સ્ટેચ્યૂનું અનાવરણ કર્યું હતું.અનાવરણ સમયે ‘કમીને’ ફિલ્મનું ગીત વગાડવામાં આવ્યું હતું.

Shahid Kapoor, Mira Rajput

શાહીદ કપૂરનું આ પહેલું વેક્સ સ્ટેચ્યુ છે.બો-ટાઇવાળો સ્યુટ પહેરેલ શાહીદનું મીણનું પુતળું તેના જેવું આબેહુબ લાગે છે.શાહીદે તેના સ્ટેચ્યુ આગળ ઉભા રહીને સેલ્ફી ખેચી હતી.શાહિદે પોતાના વેક્સ સ્ટેચ્યૂની માહિતી 9 મેએ તેના ટ્વિટર એકાઉન્ટ  પર આપી હતી.

shahid kapoor

શાહીદે વેક્સ સ્ટેચ્યૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે, ‘ટ્વિનિંગ’.

શાહીદ કપૂરની કબીર સિંહ 21 જુને રીલીઝ થઇ રહી છે.કબીર સિંહ જાણીતી હીટ તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડીની રીમેક છે.