આંધ્રપ્રદેશ,
આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાની ગોદાવરી નદીમાં એક હોડી પલટી ગઈ જેમાં 40 કરતા વધારે લોકો ડૂબી ગયાની માહિતી મળી રહી છે. હાલ NDRFના જવાનો લાપતા લોકોને બચાવવાની કામગીર હાથ ધરી છે. સમાચાર એજન્સી પ્રમાણે 40 લોકો પૈકી 17 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. જયારે 23 લોકો હજી ગુમ છે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ જિલ્લાના અધિકારો સાથે ફોન પર વાત કરી અને ઘટના વિશે જાણકારી લીધે છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ આ ઘટનાનો રીપોર્ટ માંગ્યો છે. સીએમ ચંદ્રબાબુ નાયડૂએ દુર્ઘટનામાં રાહત કાર્યોમાં ઝડપ લાવવાનો આદેશ પણ કર્યો છે. ત્યાર બાદ એનડીઆરએફ, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રની ટીમો ગુમ થયેલા લોકોની શોધખોળમાં લાગીગઈ છે.
એક અધિકારીના જણાવ્યા મુબજ જયારે હોડી નદીમાં હતી તે સમયે ખુબ જ ઝડપી હવા ચાલી રહી હતી જેના લીધે આ દુર્ઘટના થઇ હશે. મંગળવારે સાંજે આંધ્રપ્રદેશના રાજમુંદરી જિલ્લામાં 40 મુસાફરોને લીને જતી હોડી ડૂબી ગઈ. ત્યાર બાદ 23 લોકો હજી પણ લાપતા છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને તરવૈયાઓ આવી પહોંચ્યા હતાં અને બચાવનની કામગીરી શરુ કરી દીધી હતી અને તેમની મદદથી 17 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ દુઃખદ ઘટનાની જાણ થતા જ અધિકારીઓ ઘટના સ્થળ પર આવી ગયા હતાં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા પ્રશાસનને ઝડપીથી બચાવ કામગીરી કરતા લોકોને સંભવ બધી જ મદદ કરવાના ઓર્ડર આપ્યા છે. ઉપ મુખ્યમંત્રી મોર્ય થોડાક જ સમયમાં વારાણસી પહોંચશે.