Covid-19/ યુરોપમાં કોરોનાની ચોથી લહેર શરૂ, ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન લાગુ કરાયું

કોરોનાવાયરસ મહામારી ફરી એકવાર યુરોપમાં તબાહી મચાવી રહી છે. ગયા અઠવાડિયે યુરોપિયન દેશોમાં કોરોના મહમારી શરૂ થયા બાદ પ્રથમ વખત એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

Top Stories World
ઓસ્ટ્રિયામાં લોકડાઉન

ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસનાં સંક્રમણનાં વધતા જતા કેસોને રોકવા માટે સોમવારથી દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે, ઓસ્ટ્રિયા સહિત યુરોપનાં ઘણા દેશોમાં કોવિડ-19નાં કેસ સતત વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે કેટલાક દેશનાં આરોગ્ય વિભાગની કામગીરી પર ખરાબ અસર પડી રહી છે.

ઓસ્ટ્રિયામાં લોકડાઉન

આ પણ વાંચો – ગુજરાત / રાજકોટમાં સ્થપાશે અમુલ ડેરીનો મોટો પ્લાન્ટ, 1 હજાર એકર જમીન કરાઇ પસંદ

કોરોનાવાયરસ મહામારી ફરી એકવાર યુરોપમાં તબાહી મચાવી રહી છે. ગયા અઠવાડિયે યુરોપિયન દેશોમાં કોરોના મહમારી શરૂ થયા બાદ પ્રથમ વખત એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પોતે આ દેશોને આ અંગે ચેતવણી આપી છે. માહિતી અનુસાર, તાજેતરમાં લગભગ 20 લાખ કેસ નોંધાયા હતા. લગભગ 27 હજાર લોકોનાં મોત પણ થયા છે. બ્રિટન, ચીન અને અમેરિકામાં કોરોનાનાં કેસ ફરી વધી રહ્યા છે. કોરોનાનાં વધતા જતા કેસો વચ્ચે યુરોપિયન દેશ ઓસ્ટ્રિયામાં 20 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રિયામાં લોકડાઉન બાદ લોકો પર ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. લોકોનાં બિનજરૂરી બહાર નીકળવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ અને મોટાભાગની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરમિયાન તમામ મોટા કાર્યક્રમો રદ કરવામાં આવશે. જો કે આ સમયગાળા દરમિયાન ‘ડે-કેર સેન્ટરો’ ખુલ્લા રહેશે, બાળકોને ઘરે રાખવાની માતા-પિતાને સલાહ આપવામાં આવી રહી છે. ઓસ્ટ્રિયામાં લોકડાઉન પ્રતિબંધો 13 ડિસેમ્બરે હટાવી શકાય છે. જો કે, જેમણે રસીકરણ કરાવ્યું નથી, શક્ય છે કે તેમને આમાંથી કોઈ છૂટ ન મળે. યુરોપનાં દેશો ફરી એકવાર સંક્રમણનું કેન્દ્ર બની રહ્યા છે. તેને જોતા જર્મનીમાં રસીકરણ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. ત્યાંની સરકારે સ્વીકાર્યું છે કે દેશમાં ચોથી લહેર આવી ગઈ છે. જ્યારે બીજી તરફ ઓસ્ટ્રિયામાં લાદવામાં આવેલુ લોકડાઉન મહત્તમ 20 દિવસ સુધી ચાલશે, જોકે તેનું મૂલ્યાંકન 10 દિવસ પછી કરવામાં આવશે.

ઓસ્ટ્રિયામાં લોકડાઉન

આ પણ વાંચો – OMG! / મોબાઈલ રિપેર કરવાના બહાને જોતો હતો યુવતીનાં પ્રાઈવેટ Photos અને પછી થયુ કઇંક આવું

બીજી તરફ, અમેરિકામાં કોવિડ-19નાં ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિઅન્ટને કારણે કેસોમાં તેજી જોવા મળી રહી છે. દેશની પહેલેથી જ અસ્થિર આરોગ્ય સંભાળ પર સખત ફટકો પડ્યો છે. દેશમાં રસીની કોઈ અછત નથી, પરંતુ લોકો ડોઝ લેવાનું ટાળે છે તે પણ કોરોના મહામારીની દિશા દર્શાવે છે. નોંધપાત્ર રીતે, સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાયનાં લોકો નાતાલનાં તહેવારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે ઘણા તહેવારો યોગ્ય રીતે ઉજવવામાં આવ્યા ન હતા. જેમના ઘરમાં કોઈ જાનહાનિ ન થઈ હોય, એટલે કે જેઓ બચી ગયા, તેઓએ પણ સામાજિક અંતર જેવા નિયમોનું પાલન કરીને આ તહેવારની ઉજવણી કરી હતી. આ વર્ષે અત્યાર સુધી સ્થિતિ સામાન્ય રહી છે, પરંતુ યુરોપનાં કેટલાક દેશોમાં કોરોનાનાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોની સાથે સાથે તે વેપારીઓની ચિંતા વધી છે જેઓ કોરોનાને કારણે પહેલાથી જ ઘણુ ગુમાવી ચૂક્યા છે.