ગુજરાત/ રાજકોટમાં સ્થપાશે અમુલ ડેરીનો મોટો પ્લાન્ટ, 1 હજાર એકર જમીન કરાઇ પસંદ

રાજકોટને અમુલ ડેરી એક મોટી ભેટ આપવા જઇ રહી છે. અહી અમુલનો મોટો પ્લાન્ટ રાજકોટનાં ગઢકા પાસે સ્થપાશે. આ પ્લાન્ટ માટે 1 હજાર એકર જમીન પસંદ કરાઇ છે. 

Top Stories Gujarat Rajkot
રાજકોટમાં અમુલ પ્લાન્ટ
  • અમુલ પ્લાન્ટને લઈ મહત્વના સમાચાર
  • અમુલનો મોટો પ્લાન્ટ રાજકોટમાં સ્થપાશે
  • ગઢકા ગામની સર્વે નં 477ની જમીન પર સ્થપાશે
  • પ્લાન્ટ માટે 100 એકર જમીન પસંદ કરાઇ
  • જમીન માટે દરખાસ્ત પણ મુકવામાં આવી
  • જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે
  • અગાઉ આણંદપર ગામની કરાઇ હતી પસંદગી
  • ભાવ વધુ લાગતા ગઢકા ગામ માટે મુકી હતી દરખાસ્ત

ગુજરાતની પ્રસિદ્ધ અમુલ ડેરીને લઇને એક મહત્વનાં સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટમાં અમુલનો મોટો પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, ગઢકા ગામની સર્વે નંબર 477 ની જમીન પર અમુલનો પ્લાન્ટ સ્થપાશે.

આ પણ વાંચો – ગમખ્વાર અકસ્માત / ધનબાદમાં કાર નદીમાં ખાબકી, મહિલાઓ અને બાળકો સહિત પાંચ લોકોનાં મોત

આપને જણાવી દઇએ કે, રાજકોટને અમુલ ડેરી એક મોટી ભેટ આપવા જઇ રહી છે. અહી અમુલનો મોટો પ્લાન્ટ રાજકોટનાં ગઢકા પાસે સ્થપાશે. આ પ્લાન્ટ માટે 1 હજાર એકર જમીન પસંદ કરાઇ છે. અહી આવેલા ગઢકા ગામે અમુલને જમીન ફાળવવા જંત્રી દર નિયત કરાયા છે. અહી જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલા જિલ્લા તંત્ર દ્વારા ડેરીનાં પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આણંદપર- સોખડા ગામમાં 100 એકર જમીન પસંદ કરવાામાં આવી હતી. જો કે આ જમીન રૂડા વિસ્તારમાં આવતી હોય તેના ભાવ પણ વધુ હતા. જેથી અમુલ દ્વારા આ જમીનને પડતી મુકવામાં આવી છે. હવે આ જમીનની પસંદગી રદ કરીને અમુલ દ્વારા ગઢકા ગામ નજીક 100 એકર જમીન પસંદ કરી છે.

આ પણ વાંચો – Political / કોંગ્રેસનાં પંજાને ઠેંગો બતાવી કીર્તિ આઝાદ જોડાશે TMC માં, શરૂ કરશે નવી ઇનિંગ

ઉલ્લેખનીય છે કે, અમુલનો સૌથી મોટો પ્લાન્ટ જ્યારે ગઢકા ગામ નજીક સ્થપાયા બાદ અહી બેરોજગાર લોકોને રોજગારી પણ ચોક્કસ મળશે. મળી રહેલી માહિતી અનુસાર, જમીનની ફાળવણી કરી દેવામાં આવ્યા બાદ કંપની પ્લાન્ટ શરૂ કરશે અને તેમાં આશરે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટી સંખ્યામાં બેરોજગારોને રોજગારી મળશે. અમુલ ડેરી દ્વારા દુધ ઉપરાંત વિવિધ બ્રાન્ડની ચોકલેટ અને આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. તે પ્લાન્ટ પણ રાજકોટમાં બનવાનો છે. આથી ગઢકામાં ચોકલેટ અને આઈસ્ક્રીમ પણ બનાવવામાં આવશે. રાજકોટમાંથી સૌરાષ્ટ્રનાં તમામ જીલ્લામાં તેનું વિતરણ કરવામાં આવશે. આ સમાચાર રાજકોટવાસીઓ માટે એક સપનુ પૂર્ણ થયા બરોબર છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…