Ahmedabad News: અમદાવાદના હીરાવાડીમાં લોલીપોપ ચોકલેટ બનાવતી ફેક્ટરીમાં AMC ફૂડ વિભાગે દરોડો (AMC Hirawadi Food Raid) પાડતા ફેક્ટરીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું સાથે જ નિયમોના ભંગ જેવી ગંભીર બાબતો સામે આવતા ચકચાર મચી . તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી આશરે 1500 કિલો સુગર બોઈલ્ડ લોલીપોપ ચોકલેટનો જથ્થો, જેની કિંમત અંદાજે રૂ. 4.50 લાખ હોવાનું જણાવાયું છે, જપ્ત કરી ફેક્ટરીને સીલ કરવામાં આવી છે.
AMC Hirawadi Food Raid: હીરાવાડીની મનન ફૂડ ફેક્ટરીમાં તપાસ
હીરાવાડીના જી.ડી. હાઈસ્કૂલ રોડ પર આવેલી મનન ફૂડ નામની ફેક્ટરીમાં AMCના હેલ્થ ફૂડ વિભાગની (Manan Food Factory) ટીમે તપાસ હાથ ધરી હતી. અહીં નરેશ મંગવાણી દ્વારા સુગર બોઈલ્ડ કન્ફેક્શનરી અને લોલીપોપ મિક્સ ફ્લેવરનું ઉત્પાદન કરવામાં આવતું હોવાનું (Lollipop Chocolate Factory) સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ઉત્પાદન સ્થળે અસ્વચ્છતા જોવા મળી હતી. સાથે જ ફેક્ટરીમાં ભંગાર પણ મળી આવ્યો હતો. ખાદ્યપદાર્થોના ઉત્પાદન સ્થળે સ્વચ્છતાના નિયમોના પાલન અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

કારીગરો પાસે કેપ, એપ્રન અને ગ્લોવ્ઝ નહોતા
ફૂડ વિભાગની તપાસમાં ફેક્ટરીમાં કામ કરતા કારીગરો દ્વારા જરૂરી સુરક્ષા અને સ્વચ્છતાના સાધનોનો ઉપયોગ ન કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. કારીગરોએ કેપ, એપ્રન અને ગ્લોવ્ઝ પહેર્યા નહોતા, જ્યારે તેમના મેડિકલ ફિટનેસ રિપોર્ટ પણ કરાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું.
ફેક્ટરીને તાત્કાલિક સીલ કરાઈ

જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગે કાર્યવાહી કરતાં આશરે 1500 કિલોગ્રામ લોલીપોપ ચોકલેટનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 4.50 લાખ હોવાનું જણાવાયું છે. નિયમોના ભંગ અને સ્થળ પર જોવા મળેલી અસ્વચ્છતાને પગલે AMCના ફૂડ વિભાગે ફેક્ટરીને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. સમગ્ર મામલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ખાદ્ય ચીજોના ઉત્પાદન પર સવાલ
લોલીપોપ જેવી બાળકોમાં લોકપ્રિય ખાદ્યચીજનું ઉત્પાદન જ્યાં (Food Safety Gujarat) કરવામાં આવતું હતું ત્યાં જ સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવતા ફૂડ સેફ્ટીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. AMCની કાર્યવાહી બાદ હવે ફેક્ટરીમાંથી ઉત્પાદિત અન્ય જથ્થા અને ઉત્પાદન પ્રક્રિયા અંગે પણ તપાસ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: દીવમાં ફૂગ લાગેલી મીઠાઈ વેચાતી ઝડપાઈ, ફૂડ વિભાગે દુકાન સીલ કરી
આ પણ વાંચો: ફૂડ શાખાનો 71 પેઢીઓ પર સપાટો, 45 કિલો અખાદ્ય તેલ અને 75 કિલો વાસી ખોરાકનો નાશ
આ પણ વાંચો: રાજકોટમાં ફૂડ વિભાગની મેગા કાર્યવાહી: ભેળસેળયુક્ત પનીર-મલાઈનો જથ્થો ઝડપાયો, 3 ડેરી સીલ
