Lifestyle News : પ્રેમ એ દરેક વ્યક્તિના જીવનમાં એક અત્યંત સુંદર અને ખાસ લાગણી છે. પાર્ટનરની સાથે વિતાવેલી દરેક ક્ષણ અદ્ભુત લાગતી હોય છે, પરંતુ જ્યારે કોઈ કારણસર એ પવિત્ર સંબંધ તૂટી જાય (Breakup Care)છે, ત્યારે જાણે આખી દુનિયા વેરવિખેર થઈ ગઈ હોય તેવો અનુભવ થાય છે.
તૂટેલા હૃદયને સંભાળવું અને ડિપ્રેશન કે ઉદાસીમાંથી બહાર આવવું આસાન નથી હોતું. ઘણીવાર લોકોને આ કડવા અનુભવમાંથી બહાર નીકળતાં (MoveOn )વર્ષો લાગી જાય છે.પરંતુ યાદ રાખો, જીવન અત્યંત કિંમતી છે અને કોઈ એક સંબંધના અંત સાથે જિંદગી અટકતી નથી. જો તમે પણ બ્રેકઅપના તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ, તો આ સરળ અને વ્યવહારુ પદ્ધતિઓ અપનાવીને નવી શરૂઆત કરી શકો છો.

Breakup Care :બ્રેકઅપને તમારી નિષ્ફળતા ન ગણો
તમે પાર્ટનર સાથે ગમે તેટલો સુંદર સમય વિતાવ્યો હોય, પણ જો અંતે સંબંધ તૂટ્યો હોય તો તેને તમારી વ્યક્તિગત નિષ્ફળતા (Failure) ન સમજો. એ વાત સ્વીકારી લો કે તમારી અને તેમની સાથેની મુસાફરી માત્ર આટલે સુધી જ હતી. સંબંધના અંતને સહજતાથી સ્વીકારો અને મનમાં અપરાધભાવ (Guilt) ન રાખો. વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ જ આગળ વધવાનું પ્રથમ પગથિયું છે.
પોતાની જાતને દોષ આપવાનું બંધ કરો અને મજબૂત બનો
બ્રેકઅપનું કારણ ગમે તે હોય, દરેક વાત માટે પોતાની જાતને જવાબદાર ગણાવીને દોષ આપવાનું બંધ કરો. વારંવાર ખુદને દોષ આપવાથી તમે માનસિક રીતે નબળા (MentalHealth )પડશો. સંબંધની કડવી અને દુઃખદ યાદોને ભૂલીને આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં જ શાણપણ છે. પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો.
વાતાવરણ બદલો અને નવા માહોલમાં સમય વિતાવો
જો તમે એક જ જગ્યાએ બેસીને સતત એ જ વ્યક્તિ અને ભૂતકાળ વિશે વિચારતા રહેશો, તો મન વધુ નેગેટિવ બનશે. ધ્યાન બીજે દોરવા માટે વાતાવરણ બદલવું ખૂબ જરૂરી છે. શક્ય હોય તો થોડા દિવસો માટે કોઈ સુંદર સ્થળે ફરી આવો, જેથી મનને નવો ઉત્સાહ મળે.કોઈ હોબી, ફિટનેસ અથવા કૌશલ્યના ક્લાસમાં જોડાઈ જાઓ. આનાથી મનમાં સકારાત્મકતા આવશે અને જીવન યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું હોવાનો અહેસાસ થશે.
આ પણ વાંચો :તણાવથી ઊંઘ સુધી, સ્વસ્થ સેક્સ્યુઅલ લાઇફ શરીર અને મન માટે કેવી રીતે બની શકે ફાયદાકારક?
આ પણ વાંચો :સંબંધોમાં રોમાંચ વધારવાની આ છે શ્રેષ્ઠ ટિપ્સ; સેક્સ્યુઅલ લાઇફને બનાવો વધુ મસ્તીભરી
આ પણ વાંચો :ભારતમાં 78% યુગલો અપનાવી રહ્યા છે ‘સ્લીપ ડિવોર્સ’, જાણો શા માટે અલગ રૂમમાં સૂવાનું પસંદ કરે છે દંપતી!
