Relationship News/ સંબંધોમાં રોમાંચ વધારવાની આ છે શ્રેષ્ઠ ટિપ્સ; સેક્સ્યુઅલ લાઇફને બનાવો વધુ મસ્તીભરી

જો તમારો સંબંધ પણ બોરિંગ થઈ રહ્યો છે, તો આ ઇન્ટિમેસી ટિપ્સ ફોલો કરીને તમારા સેક્સ્યુઅલ રિલેશનને(Sexual Life) વધુ રોમાંચક અને હેલ્ધી બનાવો. જાણો વિગત.

Top Stories Tips & Tricks Health & Fitness Trending Lifestyle Relationships
Sexual Life

Improve Sexual Life and Relationship Tips:  સંબંધ લાંબા સમય સુધી મજબૂત અને ખુશહાલ રાખવા માટે માત્ર પ્રેમ પૂરતો નથી સંબંધની શરૂઆતમાં દરેક ક્ષણ ખાસ અને રોમાંચથી ભરેલી લાગે છે, પરંતુ સમય જતાં જવાબદારીઓ, કામનો વધતો બોજ, પરિવારની જવાબદારીઓ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણા કપલ્સ વચ્ચે પહેલાની જેવી નજીકતા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે. ઘણી વખત બંને એક જ ઘરમાં રહેતા હોવા છતાં ભાવનાત્મક રીતે એકબીજાથી દૂર થઈ જાય છે.

વાતચીત ઓછી થવી, એકબીજાને પૂરતો સમય ન આપી શકવો અને તણાવના કારણે સંબંધમાં નીરસતા અનુભવાય છે. સંબંધ નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ સંબંધને લાંબા સમય સુધી જીવંત રાખવા માટે સતત પ્રયત્નો જરૂરી હોય છે. નાની-નાની બાબતો, જેમ કે એકબીજાની લાગણીઓ સમજવી, સમય આપવો અને પ્રેમ વ્યક્ત કરવો, સંબંધમાં ફરી નવી ઉર્જા અને વિશ્વાસ લાવી શકે છે.

Sexual Life

એકબીજા સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો

આજના સમયમાં મોટાભાગના લોકો દિવસનો મોટો ભાગ કામ, મોબાઇલ અથવા સોશિયલ મીડિયા પર પસાર કરે છે. પરિણામે પાર્ટનર(Sexual Life) સાથે ખુલ્લી વાતચીત કરવાનો સમય જ મળતો નથી. સંબંધને મજબૂત બનાવવા માટે દરરોજ થોડો સમય માત્ર એકબીજા માટે ફાળવવો જોઈએ. સાથે ચા પીવી, વોક પર જવું, એકસાથે ભોજન કરવું અથવા દિવસભરની વાતો શેર કરવી જેવી સરળ બાબતો પણ બંને વચ્ચેનું અંતર ઘટાડે છે. જ્યારે બંને એકબીજાને ધ્યાનથી સાંભળે છે અને સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે વિશ્વાસ અને લાગણી વધુ મજબૂત બને છે.

Sexual Life

રોમેન્ટિક વાતાવરણ અને આકર્ષણ જાળવો

લાંબા સમયના સંબંધમાં(Sexual Life) પણ રોમાંચ જાળવી રાખવો એટલો જ જરૂરી છે. સંબંધમાં નવો ઉત્સાહ લાવવા માટે હંમેશા મોટા સરપ્રાઇઝની જરૂર નથી પડતી. પાર્ટનર માટે પ્રેમથી તૈયાર થવું, તેમની પસંદનું ભોજન બનાવવું, કોઈ ખાસ પ્રસંગ વગર નાનકડી ભેટ આપવી અથવા સાથે ડિનર પ્લાન કરવું જેવી બાબતો પણ સંબંધને તાજગી આપે છે. પોતાના દેખાવ, સ્વચ્છતા અને આત્મવિશ્વાસ પર ધ્યાન આપવાથી પણ બંને વચ્ચેનું આકર્ષણ જળવાઈ રહે છે.

Sexual Life

ઇન્ટિમેસી વિશે ખુલ્લી અને નિખાલસ વાત કરો

ઘણા કપલ્સ પોતાની લાગણીઓ, પસંદ-નાપસંદ અથવા સંબંધમાં આવતી મુશ્કેલીઓ વિશે ખુલ્લી વાત કરતા નથી. જેના કારણે ગેરસમજો વધે છે અને સંબંધમાં(Sexual Life) અંતર આવી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે સન્માન અને વિશ્વાસ સાથે કરવામાં આવેલી ખુલ્લી વાતચીત બંનેને એકબીજાની જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે. કોઈપણ પ્રકારની ઇન્ટિમસી(Intimacy) હંમેશા પરસ્પર સંમતિ, સન્માન અને આરામદાયક વાતાવરણમાં જ હોવી જોઈએ.

Sexual Life

પાર્ટનરની પ્રશંસા કરવાનું ક્યારેય ભૂલશો નહીં

દરેક વ્યક્તિને પોતાના પ્રયત્નોની કદર થવી ગમે છે. પાર્ટનરની નાની-મોટી સિદ્ધિઓ, તેમની મહેનત, સ્વભાવ અથવા દેખાવની દિલથી પ્રશંસા કરવાથી સંબંધમાં(Sexual Life) સકારાત્મકતા વધે છે. જ્યારે વ્યક્તિને લાગે છે કે તેનો પાર્ટનર તેને સમજે છે અને તેની કદર કરે છે, ત્યારે બંને વચ્ચેનો ભાવનાત્મક સંબંધ વધુ ગાઢ બને છે. એક સરળ આભાર ક્યારેક સોરી અથવા તમે આજે ખૂબ સુંદર લાગી રહ્યા છો હું તમને પ્રેમ કરું છું, જેવી વાત પણ સંબંધમાં મોટો ફેરફાર લાવી શકે છે.

Sexual Life

ફોરપ્લે અને પરસ્પર સંમતિને આપો પ્રાથમિકતા(Sexual Life)

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, શારીરિક સંબંધ(Sexual Life) માત્ર એક પ્રક્રિયા નથી પરંતુ ભાવનાત્મક જોડાણનો મહત્વપૂર્ણ ભાગ છે. ઉતાવળ કરતાં પહેલાં એકબીજાની લાગણીઓને સમજવી, પ્રેમભર્યો સમય વિતાવવો અને પરસ્પર આરામદાયક અનુભવ કરાવવો જરૂરી છે. ફોરપ્લે બંને વચ્ચે વિશ્વાસ અને નજીકતા વધારવામાં મદદરૂપ બને છે. દરેક તબક્કે પરસ્પર સંમતિ અને એકબીજાના સન્માનને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ.

Sexual Life

નાના પ્રેમભર્યા હાવભાવ પણ ઘણો મોટો ફરક પાડી શકે છે

પ્રેમ વ્યક્ત કરવા માટે હંમેશા મોટા પ્રસંગોની જરૂર નથી. હાથ પકડવો (Holding hands), ગળે મળવું (Hugging), સ્મિત આપવું (Smile), સંમતિથી કિસ કરવી(Kiss) અથવા કોઈ કારણ વગર “હું તારી કદર કરું છું” અથવા હું તને ખૂબ જ પ્રેમ કરું છું (I love you very much.), તો ક્યારેક આજે તમને બહુ મિસ કર્યા એમ કહેવું જેવી નાની બાબતો પણ સંબંધમાં આત્મીયતા (Sexual Life) વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવા હાવભાવ બંનેને ભાવનાત્મક રીતે વધુ નજીક લાવે છે અને સંબંધમાં સુરક્ષાની લાગણી વધે છે.

Sexual Life

સ્વસ્થ સંબંધ માટે ભાવનાત્મક જોડાણ સૌથી મહત્વપૂર્ણ

સંબંધ નિષ્ણાતોનું કહેવું છે કે મજબૂત સંબંધનું મૂળ માત્ર શારીરિક નજીકતા(Sexual Life) નથી, પરંતુ વિશ્વાસ, સન્માન, ખુલ્લી વાતચીત, એકબીજાને સમજવાની તૈયારી અને ભાવનાત્મક જોડાણ છે. જ્યારે બંને પાર્ટનર એકબીજાની લાગણીઓનો આદર કરે છે, સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવે છે અને મુશ્કેલ સમયમાં પણ એકબીજાનો સાથ આપે છે, ત્યારે સંબંધ વર્ષો સુધી ખુશહાલ અને મજબૂત બની રહે છે. પ્રેમને જીવંત રાખવા માટે દરરોજના નાના પ્રયાસો જ સૌથી મોટું યોગદાન આપે છે.


આ પણ વાંચો: લગ્નજીવનમાં શારીરિક અસંતોષ કેમ સર્જાય છે? જાણો પત્નીઓની અરુચિના અસલી કારણો

આ પણ વાંચો: ગર્ભાવસ્થાના છેલ્લા મહિનાઓમાં સેક્સ કરવું કેટલું સુરક્ષિત? નિષ્ણાતોએ આપ્યા મહત્વના સૂચનો

આ પણ વાંચો:ફ્લેવર્ડ કોન્ડમ વાપરતા પહેલા વાંચી લેજો આ ચેતવણી, મહિલાઓમાં વધી શકે છે ઈન્ફેક્શનનું જોખમ