Delhi News/ 9 માર્ચથી સંસદનું સત્ર: લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષનો પ્રસ્તાવ, ભાજપ-કોંગ્રેસનું વ્હીપ

9 માર્ચથી શરૂ થતા Budget Sessionમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષ પ્રસ્તાવ લાવશે. ભાજપ અને કોંગ્રેસે સાંસદોને વ્હીપ જારી કર્યું. જાણો સંપૂર્ણ ગણિત.

Top Stories India
Budget Session 2026 Phase 2:

Budget Session 2026 Phase 2: હોળીના તહેવાર પછી તરત જ દેશના રાજકારણમાં ગરમાવો આવવાનો છે. સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો 9 માર્ચથી શરૂ થઈને 2 એપ્રિલ સુધી ચાલશે. પરંતુ સત્ર શરૂ થાય તે પહેલાં જ ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતાના સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે ‘થ્રી-લાઈન વ્હીપ’ (3-Line Whip) જારી કરી દીધું છે. મામલો લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાના પ્રસ્તાવનો છે.

9 થી 11 માર્ચ સુધી સાંસદોને હાજર રહેવા આદેશ

બજેટ સત્રના પહેલા જ દિવસે એટલે કે આગામી 9 માર્ચે વિપક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ મહત્વપૂર્ણ રણનીતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાના તમામ સાંસદોને 9 થી 11 માર્ચ સુધી ગૃહમાં ફરજિયાત હાજર રહેવા જણાવ્યું છે, કારણ કે આ સમયગાળામાં સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થવાની પ્રબળ શક્યતા છે. સામા પક્ષે, સત્તાધારી પક્ષ ભાજપે પણ આ પડકારને પહોંચી વળવા કમર કસી છે અને પોતાના તમામ સભ્યોને આ દિવસો દરમિયાન સદનમાં ઉપસ્થિત રહેવા કડક સૂચના આપી દીધી છે, જેથી વિપક્ષના આ પ્રસ્તાવને ભારી બહુમતીથી નિષ્ફળ બનાવી શકાય.

TMC નો યુ-ટર્ન? સહી ન કરી પણ વોટિંગ કરશે!

વિપક્ષના કુલ 118 સાંસદોએ સ્પીકરને હટાવવાના પ્રસ્તાવના નોટિસ પર સહી કરી છે. જોકે, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ૨૯ સાંસદોએ આ નોટિસ પર સહી કરી નથી. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી હાઈકમાન્ડના આદેશ મુજબ જ્યારે મતદાન થશે ત્યારે TMC ના સાંસદો લોકસભા સ્પીકરની વિરુદ્ધમાં જ વોટ આપશે.

Budget Session : શું ઓમ બિરલાનું પદ જશે?

નિયમો અનુસાર, લોકસભા સ્પીકરને હટાવવા માટે ગૃહમાં સાદી બહુમતીની જરૂર હોય છે. વર્તમાન લોકસભાની સ્થિતિ જોઈએ તો, એનડીએ (NDA) પાસે 290 થી વધુ સાંસદોનું મજબૂત સમર્થન છે. આમ, આંકડાકીય દ્રષ્ટિએ સરકાર પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી વિપક્ષનો આ પ્રસ્તાવ પાસ થવો લગભગ અશક્ય જણાઈ રહ્યો છે.

શું સ્પીકર પોતાનો બચાવ કરી શકે?

જ્યારે સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા ચાલતી હશે, ત્યારે ઓમ બિરલા અધ્યક્ષની ખુરશી પર બેસી શકશે નહીં. જોકે, તેમને પોતાનો પક્ષ રાખવાનો અને સદનમાં એક સાંસદ તરીકે મતદાન કરવાનો પૂરેપૂરો અધિકાર રહેશે.


આ પણ વાંચો:લોકસભા નહીં જાય ઓમ બિરલા! વિપક્ષની નોટિસ બાદ સ્પીકરનો કઠોર નિર્ણય

આ પણ વાંચો:સંસદમાં સંગ્રામ! લોકસભા સ્પીકર ઓમ બિરલાને હટાવવા વિપક્ષની નોટિસ, સંસદમાં ખળભળાટ

આ પણ વાંચો:PM મોદી સાથે અણધારી ઘટના થવાની આશંકા, લોકસભા સ્પીકર ઓમ બિરલાનો ખુલાસો