Gandhinagar/ રાજ્યમાં આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા 100 %, રાજ્યમાં કુલ 53,065 આંગણવાડીઓ

વિધાનસભા ગૃહમાં રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, ગુજરાતની તમામ 53,065 આંગણવાડીઓ એટલેકે 100 % આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન અપાયા છે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar : આજે 27મી ફેબ્રુ-25 ના વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ગેસ કનેક્શન અંગે પુછાયેલ પ્રશ્નનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ વતી જવાબ આપતાં મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પુરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. ગુજરાતની 100 % આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં 53,065 આંગણવાડીઓ કાર્યરત છે અને આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યાં છે.

મંત્રી પાનસેરીયાએ ઉમેર્યું હતું કે, ખેડા જિલ્લામાં તમામ આંગણવાડી કેન્દ્રમાં 1,979 ગેસ કનેક્શન, ગાંધીનગરમાં તમામ 951, મહીસાગરમાં તમામ 1,316 અરવલ્લીમાં, તમામ 1,450 જામનગરમાં તમામ 888 આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. ગેસ કનેક્શન આપવા માટે એક આંગણવાડી દીઠ રૂ. 6,630નો ખર્ચ થાય છે.

વધુ માહિતી આપતા મંત્રી ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકર અને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને તેમના આરોગ્યને નુકશાન ન થાય તેવા ઉમદા હેતુથી આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવાથી આંગણવાડી કાર્યકર, હેલ્પર તથા બાળકોને લાકડાના ધુમાડાથી આંખો અને ફેફસાને થતું નુકશાન અટકે છે, પર્યાવરણનું રક્ષણ થાય છે, આ ઉપરાંત ખોરાક ઝડપથી તૈયાર થાય છે.

આ ઉપરાંત પેટા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્ર ખાતે અપાયેલાં ગેસ કનેક્શનમાં સુરક્ષાની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. અધિકારીઓ દ્વારા સમયાંતરે તેનું ચેકિંગ પણ કરવામાં આવે છે જો ક્ષતિ જણાય વહેલામાં વહેલી તકે તે ક્ષતિને દૂર કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ

આ પણ વાંચો:કેદીએ તેના પરિવાર સાથે કોર્ટમાં પોલીસ પર કર્યો હુમલો, કેસ નોંધાયો

આ પણ વાંચો:માલવણમાં યુવક પર હુમલો, મહિલા સરપંચ પતિ પર આરોપ