gujarat rain/ રાજ્યમાં ભારે વરસાદના પગલે કયા-કયા રસ્તા બંધ અને એસટીની ટ્રિપો રદ થઈ તે જાણો

રાજ્યમાં ભારે વરસાદના લીધે કેટલાય રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા છે. રાજ્યમાં 200થી વધુ રોડ બંધ કરવામાં આવ્યા છે અને નવ સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે.

Top Stories Gujarat

રાજ્યમાં ભારે વરસાદના લીધે ચોમેર પાણી Rainy road ભરાયા છે અને તેના લીધે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. આના લીધે એકબીજા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. પણ વિસ્તારો જળબંબાકાર થતાં કેટલાય રસ્તાઓ બંધ કરી દેવા પડ્યા છે. રાજ્યમાં 218 રોડ બંધ કરવામાં આવ્યા છે અને નવ સ્ટેટ હાઇવે બંધ કરવાની ફરજ પડી છે.

આ ઉપરાંત પંચાયતો હસ્તકના Rainy road લગભગ 200 જેટલા રોડ અને 11 અન્ય માર્ગો પણ બંધ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતા નવસારી જળબંબાકાર થતા તેના 67 માર્ગો બંધ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 182 તાલુકામાં Rainy road ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે વિવિધ સ્થાનો પર જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત વલસાડમા 54 રસ્તા બંધ થયા છે. જ્યારે તાપી જીલ્લામાં 22, સુરત જીલ્લામાં 25 માર્ગો, ડાંગ જિલ્લામાં 14 માર્ગો બંધ અને જૂનાગઢ જીલ્લામાં 13 માર્ગો બંધ થયા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં 3 રુટ પર પાંચ ટ્રીપ રદ થઈ છે. સુરેન્દ્રનગર 2 રુટ પર 4 ટ્રીપ રદ થઈ છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વિવિધ રૂટ બંધ

આ તરફ વરસાદના કારણે એસટી બસના રુટને Rainy road અસર થઈ છે. જેમાં રાજ્યમા કુલ 32 રુટ રદ્દ કરવામાં આવ્યા છે. 32 રુટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. જેમાં સૌથી વધુ જામનગરમા 27 રુટ પર 64 ટ્રીપ રદ કરવામાં આવી છે. જૂનાગઢમાં ST ડિવિઝનની 158 ટ્રીપો રદ કરવામાં આવી છે. ગ્રામ્ય પંથકમાં પાણી ભરાતા રૂટ બંધ કરવામાં આવ્યા છે.

વરસાદના કારણે જ્યાં એક તરફ રસ્તા બંધ થઈ Rainy road રહ્યા છે ત્યાં બીજી તરફ ભારે વરસાદના કારણે 23 ગામોમા વીજ પુરવઠાને અસર થઈ છે. જેમાં જાફરાબાદના 10 ગામોમા વીજળી ગુલ થઈ હોવાની વિગતો સામે આવી છે. જ્યારે અંજારના 9 અને ભૂજના 1 ગામમા વીજળી ગુલ થઈ છે. જુનાગઢના એક જ્યારે ઉનાના બે ગામોમા વીજળી ગુલ થઈ છે.

 

આ પણ વાંચોઃ Ecourt/ એક જ દાયકામાં ઇ-કોર્ટના વ્યવહાર એકથી 3.26 અબજ સુધી પહોંચ્યાઃ ચંદ્રચુડ

આ પણ વાંચોઃ High Court-Teesta Setalvad/ તિસ્તાને ગુજરાત હાઇકોર્ટ તરફથી લાગ્યો મોટો ઝાટકોઃ સરન્ડર કરવા આદેશ

આ પણ વાંચોઃ Kenya Accident/ કેન્યામાં ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ફરી વળતા 50ના મોત

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભારે વરસાદ/ ભારે વરસાદથી આખું ગુજરાત થયું પાણી પાણી!, જુઓ ક્યાં શું પરિસ્થિતિ

આ પણ વાંચોઃ Animal Husbandry/ પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા કયા મહત્વના નિર્ણય તે જાણો