Dang Express/ કોણ ગુજરાતના એથ્લેટિક્સનો ગોલ્ડન બોય?

ગુજરાતીઓ દાળભાતીયા કહેવાય છે અને તેને રમતજગત સાથે સ્નાનસૂતકનો નાતો નથી તેમ કહેવામાં આવે છે. આ વાતને અત્યાર સુધીમાં ક્રિકેટમાં જોઈએ તો ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરા જેવા ખેલાડીઓએ ખોટી પાડી છે. જ્યારે એથ્લેટિક્સમાં ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા મુરલી ગાવિતે આ વાત ખોટી પાડી છે.

Top Stories Gujarat

સુરતઃ ગુજરાતીઓ દાળભાતીયા કહેવાય છે અને તેને રમતજગત સાથે સ્નાનસૂતકનો નાતો નથી તેમ કહેવામાં આવે છે. આ વાતને અત્યાર સુધીમાં ક્રિકેટમાં જોઈએ તો ચેતેશ્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરા જેવા ખેલાડીઓએ ખોટી પાડી છે. જ્યારે એથ્લેટિક્સમાં ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા મુરલી ગાવિતે આ વાત ખોટી પાડી છે.

તાજેતરમાં જ કર્ણાટકમાં બેંગ્લોર ખાતે યોજાયેલી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે ગોલ્ડમેડલ જીડી ડાંગ જિલ્લા સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યુ છે. ગાવિતની સફળતાએ રાજ્યના એથ્લેટિક્સ જગતમાં અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં નવો જ ઉત્સાહ ભર્યો છે. ગાવિતની સફળતા આ મોરચે આગામી સમયમાં આ ફિલ્ડમાં આપણને નવા ખેલાડીઓ પૂરા પાડી શકે છે.

બેંગ્લુરુમાં 13મી ઓક્ટોબરના રોજ યોજાયેલી નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે 5000 મીટર દોડમાં ગોલ્ડ જીત્યો હતો. એક સમયે બકરા ચરાવનારા આ ખેલાડીએ કલ્પના પણ કરી ન હતી કે તે એથ્લેટિક્સમાં ગોલ્ડ જીતશે, પણ આજે આ વાત હકીકત બની ચૂકી છે. બકરા ચરાવનારામાંથી એથ્લેટિક્સમાં ગોલ્ડમેડલ સુધીની તેની સફ યાદગાર રહી છે.

મુરલી ગાવિતે ગયા વર્ષ 2022માં યોજાયેલી ઓપન એથ્લેટિક્સ મીટ દોડમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેના લીધે તેને ગુજરાતના ડાંગ એક્સપ્રેસનું ઉપનામ મળ્યું છે. ગુજરાતમાં ખેલ મહાકુંભ મુરલી ગાવિતની કારકિર્દી માટે ટર્નિંગ પોઇન્ટ નીવડ્યો હતો. ગાવિત છેલ્લા કેટલાય સમયથી ફક્ત ગુજરાતમાં અને દેશમાં જ નહી દેશવિદેશની ધરતી પણ શાનદાર દેખાવ કરી ચૂક્યો છે.

હાલમાં પણ મુરલી ગાવિત એથ્લેટિક્સની દરેક ઇવેન્ટમાં ભાગ લઈને તેની કારકિર્દીનો ગ્રાફ વધુને વધુ ઊંચે લઈ જઈ રહ્યો છે. મુરલી ગાવિતનું સ્વપ્ન છે કે ઓલિમ્પિક્સમાં ભાગ લઈને દેશને ગોલ્ડ જીતાડવો.

હાલમાં પણ મુરલી ગાવિત દરેક રમતોમાં ભાગ લઈ પોતાની કારકિર્દીને શિખરે લઈ જઈ રહ્યો છે. મુરલી ગાવિતનુ સ્વપ્ન ઓલમ્પિક રમતોમા ભાગ લઈ દેશને ગોલ્ડ અપાવવાનો છે ત્યારે મુરલી ગાવિત હમેંશા આગળ વધી ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સૌ ડાંગ વાસીઓ અભિનંદન પાઠવી રહ્યા છે.



 

આ પણ વાંચોઃ નવરાત્રી 2023/ કોણ છે નવરાત્રીની આ નવદેવીઓ ? દેવી ભાગવતમાં કથાનું અદ્ભૂત વર્ણન કરાયું છે …

આ પણ વાંચોઃ Navratri/ નવરાત્રીમાં ગુજરાત સહિત દેશના અનેક સ્થાનો પર વરસાદ રહેશે

આ પણ વાંચોઃ Rajkot-Death/ રાજકોટમાં હાર્ટએટેકથી એક યુવાનનું મોત