Ahmedabad News/ હાઈકોર્ટમાં AMC ની બોલતી બંધ! “ટેક્સના પૈસા ઉઘરાવો છો તો કોન્ટ્રાક્ટરોને કેમ નથી ચૂકવતા?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોના નાણાં રોકી રાખવા બદલ Gujarat High Courtએ આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું કે શ્રમિકોને પૈસા ન મળવા એ કમનસીબ ઘટના છે.

Gujarat Top Stories Ahmedabad
Gujarat High Court AMC News

Gujarat High Court AMC News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિકાસના કામોના કોન્ટ્રાક્ટ આપ્યા બાદ કોન્ટ્રાક્ટરોને નાણાં ચૂકવવામાં કરવામાં આવતા વિલંબ મામલે ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. એક અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે AMCના અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, “તમે લોકોના સામાજિક જીવન સાથે છેતરપિંડી કરી રહ્યા છો.”

“જવાબદારીમાંથી હાથ અદ્ધર કરી લો છો” : Gujarat High Court

હાઈકોર્ટે ટકોર કરી હતી કે કોર્પોરેશન તમામ કામો કોન્ટ્રાક્ટ પર આપી દે છે, પરંતુ જ્યારે પૈસા ચૂકવવાની વાત આવે ત્યારે જવાબદારીમાંથી પીછેહઠ કરે છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે, “તમે કામ પૂર્ણ કરવાની ડેડલાઇન આપો છો, કોન્ટ્રાક્ટર તમારા માટે કામ કરે છે, છતાં તમે તેમને પૈસા કેમ નથી આપતા? આના કારણે ગરીબ મજૂરોને પણ પૈસા મળતા નથી.”

કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાના વલણ સામે નારાજગી

કોન્ટ્રાક્ટરોએ રજૂઆત કરી હતી કે કોર્પોરેશન પૈસા ચૂકવતું નથી, જેના કારણે શ્રમિકોના વેતન અને કામ બંને અટકી જાય છે. બીજી તરફ, જો કામમાં થોડો વિલંબ થાય તો કોર્પોરેશન કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરી દે છે. આ મુદ્દે હાઈકોર્ટે જણાવ્યું કે, “જો તમામ કોન્ટ્રાક્ટરો ભેગા થઈને તમારા કામ લેવાની ના પાડી દે તેવી સ્થિતિ ઊભી થાય, તો તેનો અર્થ એ કે તમારું વલણ વિકાસની દિશામાં નથી.”

“લોકો ટેક્સ ભરે છે, પણ અધિકારીઓને ફરક પડતો નથી”

હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું કે, “આ ખૂબ જ કમનસીબ ઘટના છે. લોકો ટેક્સના પૈસા ભરે છે, છતાં શ્રમિકો વંચિત રહે છે. કોન્ટ્રાક્ટર પોતાનો બિઝનેસ કરે છે, તમે તેમને પૈસા કેમ નથી આપતા? શ્રમિકોને પૈસા ન મળે તો લોકોના કામ અટકી જાય છે, પણ કોર્પોરેશનના અધિકારીઓને તેનાથી કોઈ ફરક પડતો નથી.” આ અવલોકનો સાથે હાઈકોર્ટે કોર્પોરેશનને રાહત આપવાનો ઇનકાર કરી તેમની અરજી ડિસમિસ કરી દીધી હતી.


આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ પાટીદાર આંદોલનના જૂના કેસમાં વોરંટ રદ

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટે UCC સમિતિની રચના સામેની અરજી ફગાવી, લઘુમતી પ્રતિનિધિત્વનો મુદ્દો

આ પણ વાંચો: 19 વર્ષ બાદ ગુજરાત હાઈકોર્ટે ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા, ન્યાયની જીત