Customer Rights India 2026: ઉનાળામાં ઠંડુ પાણી કે કોલ્ડ ડ્રિંક (cold drinks) પીવાની ઈચ્છા કોને ન હોય? પરંતુ ઘણીવાર દુકાનદારો એમઆરપી (MRP) થી 2 કે 3 રૂપિયા વધારે વસૂલે છે અને બહાનું કાઢે છે કે વસ્તુ ઠંડી કરવા માટે બરફ કે ઈલેક્ટ્રીસીટીનો ખર્ચ થયો છે. જો તમે પણ આવો વધારાનો ચાર્જ ચૂકવો છો, તો સાવધાન થઈ જાઓ. કાયદા મુજબ કોઈ પણ દુકાનદાર તમારી પાસે એમઆરપી થી એક રૂપિયો પણ વધુ માંગી શકે નહીં.
કેમ દુકાનદાર વધુ પૈસા ન લઈ શકે? (cold drinks)
MRP માં બધું જ સામેલ: જ્યારે કોઈ પણ પ્રોડક્ટની મહત્તમ છૂટક કિંમત (MRP) નક્કી થાય છે, ત્યારે તેમાં ઉત્પાદન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ (સંગ્રહ) જેવા તમામ ખર્ચાઓનો સમાવેશ કરી લેવામાં આવે છે.
કાયદાનું ઉલ્લંઘન: કૂલિંગ કે અન્ય કોઈ સર્વિસના (cold drinks) નામે વધુ પૈસા વસૂલવા એ ‘સેન્ટ્રલ લીગલ મેટ્રોલોજી એક્ટ’નું સીધું ઉલ્લંઘન છે. કોઈ પણ રિટેલર ગ્રાહક પાસેથી નક્કી કરેલી કિંમતથી વધુ રકમ વસૂલી શકે નહીં.
જો દુકાનદાર દાદાગીરી કરે તો શું કરવું?
જો કોઈ દુકાનદાર ઠંડા પીણાના વધારે પૈસા માંગે, તો તમે નીચે મુજબના પગલાં લઈ શકો છો:
નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન: તમે ગ્રાહક સુરક્ષાના હેલ્પલાઇન નંબર 1915 પર કોલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
ઓનલાઈન ફરિયાદ: તમે સત્તાવાર વેબસાઈટ consumerhelpline.gov.in પર જઈને પણ તમારી ફરિયાદ દાખલ કરી શકો છો.
દંડની જોગવાઈ: જો ગ્રાહક પાસેથી વધુ પૈસા વસૂલવાનું સાબિત થાય, તો દુકાનદાર પર 2000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો લાઈવ: મમતાનો આરોપ: ભાજપે 100 બેઠકો ચોરી લીધી
આ પણ વાંચો:લગ્નની અફવા ફેલાવનારા પર કંગના રનૌતનો ફૂટ્યો ગુસ્સો, ફેક પોસ્ટ શેર કરનાર મીમ પેજની લગાવી ફટકાર
આ પણ વાંચો:મુખ્યમંત્રી બન્યા પછી કઈ-કઈ VIP સરકારી સુવિધાઓ મળે છે? જાણો સંપૂર્ણ વિગત


