Gandhinagar News/ ગુજરાત પોલીસ ભરતી : 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ, 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે

રાજ્ય સરકાર દ્વારા 12,000 નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં PSI, કોન્સ્ટેબલ, SRP અને જેલ સિપાહી જેવી વિવિધ પોસ્ટો સામેલ છે. જેની શારીરિક પરીક્ષા 8 જાન્યુઆરીથી યોજાશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gujarat Police News : ગુજરાતમાં પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભારે રાહ જોઈ રહ્યા હતા એવા ઉમેદવારો માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થશે, જે લગભગ 2 મહિના સુધી ચાલશે. શારીરિક કસોટી માટે 1 જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.

ભરતી બોર્ડ દ્વારા અનેક જિલ્લાઓમાં મેદાન તૈયાર કરવાના સૂચનો આપવામાં આવ્યા છે. શારીરિક કસોટી PSI અને લોકરક્ષક માટે યોજાશે, જેમાં વિવિધ શહેરો અને પોલીસ તાલીમ સંસ્થાઓના ગ્રાઉન્ડ પર આ કસોટી યોજવામાં આવશે. આમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, સીઆરપીએફના વિવિધ સ્થળો જેવા મેદાનો સામેલ છે.

આ ભર્તી માટે 12,000 નવી નોકરીઓ આપવામાં આવશે, જેમાં PSIના 597, કોન્સ્ટેબલ સહિત SRPના 6600, હથિયારી પોલીસ કોન્સ્ટેબલના 3302, SRPના 1000 અને જેલ સિપાહીની 1013 પોસ્ટ્સ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો 1 જાન્યુઆરીએ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને 8 જાન્યુઆરીથી શરૂ થતાં શારીરિક કસોટી માટે તૈયાર થઈ શકશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં પોલીસ ભરતીને લઇ મોટા સમાચાર

આ પણ વાંચો: પોલીસ ભરતી ઉમેદવારો કસોટીનો અંત, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાશે બિન હથિયારી PSI – લોકરક્ષક માટેની શારીરિક કસોટી

આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઈપીએસ નીરજા ગોટરૂની નિમણૂંક