New Delhi News/ CJIની કડક ટિપ્પણી “બેરોજગાર યુવાનો વંદો જેવા”

સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કરેલી ટિપ્પણી (CJIs Stern Comment)ઓ ચર્ચાનો વિષય બની છે

Top Stories India
સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કરેલી ટિપ્પણી (CJIs Stern Comment)ઓ ચર્ચાનો વિષય બની છે.

New Delhi News : સુપ્રીમ કોર્ટમાં એક સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કરેલી ટિપ્પણી (CJIs Stern Comment)ઓ ચર્ચાનો વિષય બની છે. વરિષ્ઠ વકીલનો દરજ્જો મેળવવા માટે દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન CJIએ કહ્યું કે કેટલાક બેરોજગાર યુવાનો (Unemployed Youth) મીડિયા, સોશિયલ મીડિયા અને RTI કાર્યકર્તા બનીને સિસ્ટમ પર હુમલો કરે છે. તેમણે આવા લોકોને “વંદો (Cockroaches)જેવા” અને “સમાજના પરોપજીવી” તરીકે સંબોધ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કરેલી ટિપ્પણી (CJIs Stern Comment)ઓ ચર્ચાનો વિષય બની

 

સુપ્રીમ કોર્ટમાં એક વકીલે દિલ્હી હાઈકોર્ટ તરફથી વરિષ્ઠ વકીલનો દરજ્જો મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી પર CJI સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચ સુનાવણી કરી રહી હતી.

સુનાવણી દરમિયાન બેન્ચે વકીલના વ્યાવસાયિક વર્તન અને સોશિયલ મીડિયા પર ઉપયોગમાં લેવાયેલી ભાષા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. CJIએ સ્પષ્ટ કહ્યું કે જો દિલ્હી હાઈકોર્ટ આ દરજ્જો આપે તો પણ સુપ્રીમ કોર્ટ તેને રદ કરી શકે છે.

શું વરિષ્ઠ વકીલનો દરજ્જો શણગાર માટેનો મેડલ છે?”

CJIએ કડક શબ્દોમાં પૂછ્યું કે શું વરિષ્ઠ વકીલનો દરજ્જો માત્ર શણગાર માટેનો મેડલ છે? તેમણે જણાવ્યું કે આવા પદ માટે માત્ર કાનૂની જ્ઞાન પૂરતું નથી, પરંતુ વ્યાવસાયિક આચરણ અને ભાષા પણ મહત્વપૂર્ણ છે.

તેમણે કહ્યું કે સમાજમાં કેટલાક લોકો સિસ્ટમ પર સતત હુમલા કરતા રહે છે અને કેટલાક બેરોજગાર યુવાનો (Unemployed Youth)મીડિયા, સોશિયલ મીડિયા અને RTI કાર્યકર્તા તરીકે પોતાને રજૂ કરીને દરેકને નિશાન બનાવે છે.

વકીલોની ડિગ્રી પર પણ સવાલ

સુનાવણી દરમિયાન CJIએ વકીલોની ડિગ્રી અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા વકીલોની ડિગ્રીની તપાસ CBI દ્વારા થવી જોઈએ કારણ કે તેમની ઓળખ અને લાયકાત અંગે પ્રશ્નો ઊભા થયા છે.

તેમણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની કામગીરી પર પણ આડકતરી ટિપ્પણી કરતાં કહ્યું કે મતબેંકના કારણે આ બાબતોમાં કડક કાર્યવાહી થતી નથી.

અંતે વકીલે માફી માંગી

કોર્ટની કડક ટિપ્પણીઓ બાદ વકીલે બેન્ચ સમક્ષ માફી માંગી હતી અને પોતાની અરજી પાછી ખેંચવાની મંજૂરી માંગી હતી. ત્યારબાદ બેન્ચે અરજી પાછી ખેંચવાની પરવાનગી આપી હતી.


આ પણ વાંચો : ‘ભારત ધર્મશાળા નથી…’, તમિલ શરણાર્થીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

આ પણ વાંચો : અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોના ગેરલાયક કેસમાં કરી કડક ટિપ્પણી,રાજયપાલથી કોર્ટ નારાજ