મોંઘવારીની માર/ દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો,મધ્યમવર્ગની કફોડી હાલત!

દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. આવી રીતે ભાવ વધતાં રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બની જશે

Top Stories Gujarat
  • રાજકોટમાં દિવાળી ઉપર ખાદ્યતેલના ભાવ ફરી વધ્યા
  • તેલના ભાવ સતત વધતા જોવા મળશે
  • સિંગતેલનો ડબ્બો રૂપિયા 2945ને પાર
  • કપાસિયા તેલના ભાવ પણ રૂપિયા 2365
  • પામોલિન તેલનો ભાવ રૂપિયા 1625

રાજ્યમાં દિવાળી પહેલા જ ખાદ્યતેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે. સિંગતેલનાે ડબ્બો 2945ને પાર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2365 પહોંચ્યો હતો. દિવાળી જેવા તહેવાર પર્વે ખાદ્યતેલમાં ભાવ વધારાને લઇને ખરીદી કરવી મુશ્કેલ બની રહી છે. આવી રીતે ભાવ વધતાં રહેશે તો તહેવારો ઉજવવા મુશ્કેલ બની જશે. તહેવારો આવતા બજારમાં  ખાદ્ય તેલની માંગ પણ ઘણી વધી છે. થોડા સમય પહેલા પણ સિંગતેલના ડબ્બાનો ભાવ 3 હજારે પહોંચી ગયો હતો. પરંતુ તેમાં ઘટાડો થયો હતો. હાલ સિંગતેલના ભાવમાં હાલ 2945ને પાર જોવા મળે છે. કપાસિયા તેલના ભાવ 2365 પહોચ્યો છે. અઅને પામોલિન તેલનો ભાવ 1625 પહોચ્યો છે.

ઉલ્લેખનીય છે કે દિવાળી આવતાની સાથે જ ખાધતેલના ભાવમાં ધરખમ વધારો થતા ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી જોવા મળી રહી છે. સમયઅંતરાલે તેલના ભાવમાં વધારો થતો રહે છે.