Member of parliament: આ દિવસોમાં સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. સુપ્રિયા સુલે (NCP-SP), રવિ કિશન (BJP), નિશિકાંત દુબે (BJP) અને અરવિંદ સાવંત (શિવસેના-UBT) સહિત 17 સાંસદોને ‘સાંસદ રત્ન’થી સન્માનિત કરવામાં આવશે. આ બધા સાંસદોને લોકસભામાં તેમના અનુકરણીય પ્રદર્શન માટે ‘સાંસદ રત્ન’ સન્માન-2025થી સન્માનિત કરવામાં આવશે.
આ સન્માનોમાં સતત ત્રણ કાર્યકાળ દરમિયાન સંસદીય લોકશાહીમાં તેમના સતત યોગદાન બદલ ચાર સ્પેશિયલ જ્યુરી એવોર્ડ્સનો પણ સમાવેશ થાય છે. આ ખાસ એવોર્ડ્સ ભર્તૃહરિ મહતાબ (ભાજપ, ઓડિશા), એન કે પ્રેમચંદ્રન (ક્રાંતિકારી સમાજવાદી પાર્ટી, કેરળ), સુપ્રિયા સુલે (એનસીપી-એસપી, મહારાષ્ટ્ર), અને શ્રીરંગ અપ્પા બાર્ને (શિવસેના, મહારાષ્ટ્ર) ને એનાયત કરવામાં આવશે.
આ તમામે 16મી લોકસભા બાદ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જાળવી રાખ્યું છે. અન્ય સાંસદોમાં સ્મિતા ઉદય વાળા (ભાજપ), નરેશ મ્સ્કે (શિવસેના), વર્ષા ગાયકવાડ (કોંગ્રેસ), મેધા કુલકર્ણી (ભાજપ), પ્રવીણ પટેલ (ભાજપ), વિદ્યુત બરન મહતો (ભાજપ) અને દિલીપ સૈકિયા (ભાજપ)નો સમાવેશ થાય છે.
સમિતિ શ્રેણીમાં, ભર્તૃહરિ મહતાબના નેતૃત્વ હેઠળની નાણાંકીય સ્થાયી સમિતિ અને ડૉ. ચરણજીત સિંહ ચન્ની (કોંગ્રેસ)ના નેતૃત્વ હેઠળની કૃષિ સ્થાયી સમિતિને તેમના અહેવાલોની ગુણવત્તા અને કાયદાકીય દેખરેખમાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે.
આ પણ વાંચો:ચોમાસુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ, જાણો આ વખતે કયા બિલ રજૂ કરવામાં આવશે
આ પણ વાંચો:સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થશે,રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી
આ પણ વાંચો:સસંદમાં આજે ચોમાસુ સત્રના છઠ્ઠો દિવસ, બજેટ, NEET અને અગ્નિવીર મુદ્દે થઈ શકે હંગામો

