હત્યા બાદ મહિલાએ 22 ઓક્ટોબરના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેના પતિના ગાયબ હોવાની માહિતી નોધાવી હતી. મધ્યપ્રદેશના અનુપુર જિલ્લામાં કૌટુંબિક વિવાદનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં વિવાદના કારણે એક મહિલાએ તેના પતિની હત્યા કરી હતી અને તેને રસોડામાં દફનાવવામાં આવ્યો હતો. આમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે જ્યાં પત્નીએ તેના પતિને દફન કર્યા હતા ત્યાં મહિલા એક મહિના સુધી રસોઇ બનાવતી રહી. જોકે, હત્યાના ખુલાસા બાદ પોલીસે મહિલાની ધરપકડ કરી હતી. સ્થાનિક સૂત્રો અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ મામલો મધ્યપ્રદેશના અનુપુર જિલ્લાના કરોંડી ગામનો છે. અહીં, 32 વર્ષીય મહિલા પ્રમિલાએ તેના વકીલ પતિ મહેશ બેનેવાલની હત્યા કરી હતી અને લાશને રસોડામાં જ દફનાવી દીધી હતી.
ગુમ થયાની ફરિયાદ પણ નોધાવી હતી
આરોપી પત્નીએ જ્યાં તેના પતિને દફ્નાવ્યો હતો ત્યાં જ તે રસોઈ બનાવતી હતી. હત્યા બાદ મહિલાએ 22 ઓક્ટોબરના રોજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં તેના પતિના ગાયબ હોવાનો અહેવાલ પણ આપ્યો હતો. પોલીસે પણ આ મામલાની તપાસ શરૂ કરી હતી.

મોટા ભાઈને શંકા છે
લગભગ એક મહિના પછી, મૃતક મહેશ બેનેવાલના મોટા ભાઈએ પોલીસ ને જણાવ્યું હતું કે, મહેશના ઘર માં જ કઈક શંકા સ્પદ છે, તેની પત્ની હમેશા ઘરમાં જવાથી રોકી રહી છે. અને ઝઘડો શરૂ કરે છે. મોટા ભાઈને આ બાબતે શંકા હતી.
આરોપી મહિલાએ સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા
અમરકંટક પોલીસ સ્ટેશનના એસએચઓ ભાનુ પ્રતાપસિંઘના જણાવ્યા મુજબ, મોટા ભાઇ પાસેથી મળેલી બાતમીના આધારે પોલીસની ટીમ મૃતકના ઘરે પહોંચી હતી અને તેમને પણ કંઇક ખરાબ અનુભવ થયો હતો. જ્યારે અમે રસોડામાં પહોંચ્યા ત્યારે ગંધ વધુ તીવ્ર બની હતી. જ્યારે રસોડામાં દુર્ગંધવાળી જગ્યા ખોદવામાં આવી હતી, ત્યારે મહેશનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો. આ સમયે પ્રમિલાએ પોલીસને જણાવ્યું કે તેના પતિ મહેશના મોટા ભાઇ ગંગારામની પત્ની સાથે ગેરકાયદેસર સંબંધ છે, તેથી મેં અને ગંગારામએ મળીને તેના પતિની હત્યા કરવાની યોજના બનાવી હતી.
મહિલાની વાત સાંભળીને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. તે જ સમયે, મોટા ભાઈ ગંગારમે વિરોધ નોંધાવતા કહ્યું કે તેમના નાના ભાઈની પત્ની ખૂબ હોંશિયાર છે. હું આ હત્યામાં સામેલ નથી, પોલીસે હવે આ કેસની તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મહેશને ચાર દીકરીઓ પણ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
