ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ મેચ કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.આ મેચમાં પ્રથમ વખત પિંક બોલનો ઉપયોગ થશે.પીંક બોલથી પહેલીવાર રમી રહેલ ભારતની ટીમ સમક્ષ પડકાર હશે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પિંક બોલ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા મોટું નિવેદન આપ્યું હતું. કોહલીએ કહ્યું, આ બોલથી રમવું મુશ્કેલ અને પડકારજનક હશે. ડે નાઇટ ફોર્મેટમાં ટેસ્ટ મેચ રમાનારી હોવાથી થોડું પડકારજનક છે. પિંક બોલથી રમવું સરળ નથી. બોલરને ઘણો બૂસ્ટ મળશે. પ્રથમ કલાક ખૂબ એક્સાઇટિંગ હશે.
ડે-નાઇટ ટેસ્ટના પ્રથમ બે સેશન સૂર્ય પ્રકાશમાં રમાશે. જ્યારે દિવસના અંતિમ સત્ર માટે ફ્લડ લાઇટનો ઉપયોગ થશે. તેવામાં ખેલાડીઓને બોલ દેખાવામાં મુશ્કેલી આવશે.
પિંક બોલનો પહેલી વખત ફર્સ્ટ ક્લાસ મેચમાં વર્ષ 2010માં કરાયો હતો. 15થી 18 જાન્યુઆરી દરમિયાન ત્રિનિદાદ એન્ડ ટોબેગો અને ગયાના વચ્ચે નોર્થ સાઉન્ડમાં રમાયેલી આ મેચ ડ્રો રહી હતી.
પીળો કે ઓરેન્જ નહીં પણ બોલ પિંક શા માટે તેના સવાલનો જવાબ એવો છે કે, તપાસમાં ખ્યાલ આવ્યો કે અન્ય રંગના બોલમાં કેટલીક ખામીઓ જોવા મળી. ટીવી કેમેરા પણ અલગ રંગના બોલને પકડી ના શક્યા. પછી નિર્ણય લેવામાં આવ્યો કે પિંક બોલનો ઉપયોગ કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ ટેસ્ટ મેચ માટે SG કંપનીને પિંક બોલ માટે પસંદ કરી છે. જે દલીપ ટ્રોફી મેચ ભારતમાં પિંગ બોલથી રમાઈ હતી, જેમાં કૂકાબૂરા બોલનો ઉપયોગ થયો હતો. પહેલી વખત એસજી કંપનીની પિંક બોલ ટેસ્ટ મેચમાં ઉપયોગ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
