Panchmahal News/ પંચમહાલ: હાલોલ GIDCમાં મેગા ઓપરેશન, સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનારાને ત્યાં દરોડા

પંચમહાલ હાલોલમાં જીઆઇડીસીમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલોલમાં જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે.

Gujarat Top Stories Others Breaking News

Panchmahal News: પંચમહાલ હાલોલમાં જીઆઇડીસીમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલોલમાં જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. આના પગલે મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં 50 હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જીપીસીબી, નગરપાલિકા, રેવન્યુ સહિત 10થી વધુ ટીમે કામગીરી નીભાવી છે. પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આના પગલે હવે તેનું ઉત્પાદન તથા વેચાણ ગેરકાયદેસર છે. તેથી આ આખી પ્રવૃત્તિ ગેરકાયદેસરની બની ગઈ છે, તેથી તેનું ઉત્પાદન અને વેચાણ કરનારા સામે તંત્ર દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પંચમહાલમાં નકલી પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં સેટલમેન્ટ કમિશ્નરે કાર્ડ રદ કરવાનો કર્યો હુકમ

આ પણ વાંચો: પંચમહાલમાં અધિકારીએ વેશપલટો કરીને સરકારી કચેરીમાં તપાસ કરી, અધિકારીની નવી સ્ટાઈલ રહી ચર્ચાસ્પદ

આ પણ વાંચો: પંચમહાલમાં રેશનકાર્ડની કામગીરીમાં અરજદારોને ખોટી હેરાનગતિ, અધિકારીએ કર્યો પર્દાફાશ