@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
લીંબડી દિગ્વીજય બાગમાં તા.5 જૂને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દિગ્વીજય બાગની સામે આવેલા BRC ભવનના પ્રાંગણમાં વિશ્વ પર્યાવરણના 5માં દિવસે વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમી જનતામાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. વૃક્ષો કાપવા માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

આપદામાં અવસર: મ્યુકરમાઈકોસિસ રોગની સારવાર માટેનાં ઇન્જેક્શનની કાળા બજારી કરતા બે શખ્સો ઝડપાયા
કોરોના મહામારીમાં લોકોને જીવનમાં ઓક્સિજનનું શું મહત્ત્વ છે તે સારી રીતે ખ્યાલ આવી ગયો છે. આપડા જિલ્લામાં વૃક્ષોની સંખ્યા ખાસી ઓછી છે તે આપડે સૌ સારી રીતે જાણીએ છીએ. વૃક્ષોનું વાવેતર વધે અને તેના ઉછેર થાય તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે તા.5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસે દિગ્વીજય બાગમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ઉદ્યોગપતિ બાબુભાઈ જીનવાળા, ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ભાજપના કાર્યકરો અને ન.પાલિકાના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી અનેક વૃક્ષો વાવવામાં આવ્યાં હતા. વિશ્વ પર્યાવરણના 5માં દિવસે લીંબડી દિગ્વીજય બાગની સામે આવેલા BRC ભવનના પ્રાંગણમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાંખવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. વૃક્ષોનું નિકંદન કાઢવા જવાબદારો સામે પગલા ભરવા માંગ ઉઠી રહી છે.

માનવતા મરી પરવારી: સુરેન્દ્રનગરનાં જૈનાબાદ ગામે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ, 2 ગાયોનાં મોત
આ અંગે લીંબડી બીઆરસી કો.ઓ. અશોકભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે મહાકાય વૃક્ષોને કારણે બાંધકામમાં ભારે ક્ષતિ પહોંચી રહી હતી. વૃક્ષોના મૂળને લીધે પાણીનો સંપ, શૌચાલય સહિત બાંધકામને નુકશાન થયું હતું. તાઉતે વાવાઝોડામાં વૃક્ષની ડાળીઓ તૂટી ત્યારે એક-બે કર્મીઓનો માંડ-માંડ બચાવ થયો હતો. અમે શિક્ષકો વૃક્ષનું મહત્ત્વ અને જીવનમાં તેની ભૂમિકા સારી રીતે સમજીએ છીએ માટે જ જેટલા વૃક્ષો કાપ્યા છે તેનાથી 3 ઘણાં વૃક્ષો અમે વાવીશું અને તેનો ઉછેર પણ કરીશું.

