સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં ગામડાઓને સ્વચ્છ કરવાની દિશામાં સ્વચ્છતા સર્વેક્ષણ નો પ્રારભં કરવામાં આવ્યો છે.૨૦૨૧ના ગ્રામીણ સ્વચ્છતા ને લઈને કેટલાક મહત્વના આદેશ કરવામાં આવ્યા છે જેમાં ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબધં મૂકવાનું દરેક ગ્રામ પંચાયત ઠરાવ કરીને જિલ્લા કક્ષાએ મોકલવાનો રહેશે ગામમાં ૧૦૦ ટકા ગટર લાઈન હોય તેનું પ્રમાણપત્ર આપવાનું રહેશે.
રાજયના શહેરોની જેમ ગામડા પર સ્વચ્છ બને તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામીણ સ્વચ્છતા સર્વેક્ષણ નો પ્રારભં કરવામાં આવ્યો છે. જેમાં જાહેર સ્થળો આંગણવાડી ગ્રામ પંચાયત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શાળાઓ દૂધની ડેરી બજારની જાહેર સફાઈ કરવી તેમજ ગામની સ્વચ્છતા અંગે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ એપમાં પોતાના ફીડબેક આપવા ગ્રામજનોને જાણકારી આપવા તમામ જિલ્લા કલેકટરે આદેશ કર્યા છે.
ગ્રામ સ્વચ્છતાને લઈને ગ્રામપંચાયત કક્ષાએ તલાટી સરપચં ગ્રામ પંચાયતના તમામ સદસ્યો વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરો આંગણવાડી કાર્યકરો ગામના તબીબો સ્વસહાય જૂથના સભ્યો શાળાના આચાર્ય તેમજ શિક્ષકો એ સાથે મળીને ગ્રામકક્ષાએ બેઠકનું આયોજન કરવાનું રહેશે. જેમાં ગ્રામપંચાયત કક્ષાએ સ્વચ્છતાને લઈ ને જાહેર શૌચાલયોની નિયમિત સફાઈ ગામના દરેક પરિવાર કુટુંબ સોચાલય નો ઉપયોગ કરે છે કે નહીં તેની ચકાસણી કરવી તેમજ ગામમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબધં મૂકવા અંગે ગ્રામ પંચાયતમા ઠરાવ કરી તેનો જિલ્લા કક્ષાએ મોકલવાનો રહેશે તેમજ ગામમાં ૧૦૦ ટકા ગટર લાઈન હોય તેનું પ્રમાણ પત્ર પણ આપવાનું રહેશે.
આ ઉપરાંત ગામની શાળા આંગણવાડી આરોગ્ય કેન્દ્ર દૂધ સહકારી મંડળી અને ધાર્મિક સ્થળોની સફાઈ ઝૂંબેશ તરીકે હાથ ધરવાનો આયોજન કરવાના આદેશ થયા છે જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સો ટકા ગટર લાઈન હોય તેનું પ્રમાણપત્ર તેમજ ગ્રામીણ કક્ષાએ સ્વચ્છતા ને લઈને કરવામાં આવેલી કામગીરીના ફીડબેક સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૧ ના એપ પર આપવાના રહેશે.
