Not Set/ કોરોના સાથે વાવાઝોડુ વેરી રહ્યું છે વિનાશ, ક્યાંક વૃક્ષો ઉખડ્યા તો કયાંક ઘરના પતરા ઉડયા

તાપીના બામણામાળ ગામમાં એકનું વ્યક્તિનું મોત થયું છે. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા મોત થયુ છે. બાઈકચાલક પર વૃક્ષ પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

Top Stories Gujarat

ગુજરાત રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ  પોતાની તાકાત બતાવવાનું શરુ કર્યું છે. રાજ્યના દરિયા કાંઠે ટકરાયા બાદ વિવિધ વિસ્તારોમાં પોતાની વિનાશકતા વેરી રહ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ૮૦ થી ૧૫૦ કિમી ઝડપે પવન ફૂંકાઈ રહ્યોછે.  જેના કારને અનેક વિસ્તારોમાં વૃક્ષો પડવાની તો અનેક જગ્યાએ ઘરના પત્ર ઉડવાની કે ટાવર પડવાની ઘટનાઓ સામે આવી છે.

વાવાઝોડાના પગલે રાજ્યના 78 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ઉંમરગામમાં સૌથી વધુ છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉંમરગામમાં રાત્રે 8થી 10 માં ત્રણ ઈંચ વરસાદ,  ઉનામાં આખા દિવસનો અઢી ઈંચ વરસાદ તો મહુવામાં આખા દિવસનો ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

ભાવનગર 

ભાવનગરના વાવાઝોડાની વિનાશકતા સામે આવી છે. ભાવનગર સહિતના આજુબાજુના પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો.  સંભવિત વાવાઝોડા ની આગાહીને લઈને ધીમીધારે વરસાદ શરૂ થયો છે. શહેરમાં વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. વાવાઝોડાની પરિસ્થિતિ ને લઈને સરકારી તંત્ર સજ્જ બન્યું છે.  શહેરની મુખ્ય સર ટી હોસ્પિટલ ખાતે તમામ આપતકાલીન તૈયારઓ કરી દેવાઈ છે.  હોસ્પિટલ ખાતે 150 બેડ અલગ થી ગોઠવી દેવાયા છે.  મેડિકલ સ્ટાફ કંઈપણ ઇમર્જન્સી સેવા માટે તૈનાત રાખવા આવ્યો છે.

મહુવામાં અનેક જગ્યાઓએ વૃક્ષ ધરાસાઈ થયા છે. ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાઓએ પતરા ઉડી ગયા છે. મેઘદૂત સર્કલ પાસેનું ખાણીપીણી માર્કેટની લારીઓ ધરસાઈ થઇ છે. મહુવામાં 120ની સ્પીડે પવન  ફૂંકાઈ રહ્યો છે.  અનેક જગ્યાએ  નુક્શાન પહોંચ્યું છે

ઊના ભારે પવન વચ્ચે મોબાઇટનો ટાવર તૂટ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. દયાનંદ પૂર્વ સોસાયટી પાસે BSNLનો મોબાઇલ ટાવર તુટી પડ્યો છે. ટાવર તૂટવાની દુર્ઘટનામાં કોઇ જાનહાનિ સામે આવી નથી. ઉનામાં દરિયા કિનારે લાંગેરેલી બાટો તણાવા લાગતા ડૂબી ગઈ હતી

 જામનગર
તાઉતે વાવાઝોડા ની જામનગરમાં અસર જોવા મળી રહી છે. શહેરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરમાં ફાયર વિભાગ બચાવ કામગીરી માટે સજ્જ કરવામાં આવ્યું છે. જો કે હાલમાં જામનગર થી વાવાઝોડા ને લઇ કોઈ નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં નારીયેળીનું ઝાડ પડતા 2 માળનું મકાન ધરશાયી થયું.

કેવડીયા 

કેવડીયા ખાતે ન્યુ ગ્રીન બિલ્ડીંગ રેલ્વે સ્ટેશનના પતરા ઉડ્યા  હતા.

અમરેલી

અમરેલીમાં 70 થી 80 કિમિ એ પવન ફુંકાઇ રહ્યો છે. જેના કારને વીજ પુરવઠો ખોરવાયો છે. અમરેલી શહેરમાં અંધાર પટ છવાયો છે. છેલ્લા એક કલાક થી વીજ પુરવઠો ખોરવાયો છે. ધીમીધારે વરસાદ પણ ચાલુ છે.

દીવ

દીવમાં 133 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ  રહ્યોછે. ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.  દરિયાના પાણી પણ શહેરમાં પ્રવેશી ચુક્યા છે. આર્મી જવાનો વૃક્ષો હટાવવાની કામગીરીમાં લાગ્યા છે.

તાપી

તાપીના બામણામાળ ગામમાં એકનું વ્યક્તિનું મોત થયું છે. ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થતા મોત થયુ છે. બાઈકચાલક પર વૃક્ષ પડતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મહેસાણા 

મહેસાણામાં વાવાઝોડાની અસર જોવા મળી છે. મહેસાણાના ગામડાઓમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ લાઈટો ગુલ થઈ છે. અને અંધારપટ છવાયો છે.

મહેસાણા યાત્રાધામ બહુચરાજીમાં વરસાદ શરૂ થયો છે. યાત્રાધામ બહુચરાજીમાં ધીમીધારે વરસાદની શરૂઆત થતા ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ વરસાદને પગલે લાઈટો ગુલ થઇ હતી.

કચ્છ 

કચ્છમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. રાપરના રણકાંઠાના માણાબા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગામમાં વરસાદી પાણી વહી નિકળ્યા હતા. રાપર મા રાત્રે અગિયાર વાગ્યે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. પવન ની ગતિ ધીમે ધીમે વધવા લાગી છે. આડેસર, માણાબા, ગાગોદર, પલાંસવા, ભીમાસર, કિડિયાનગર સહિત ના હાઈવે પટીના રણકાંઠા ના ગામો મા વરસાદ ના ઝાપટાં શરૂ થયા.

અમરેલીના વડિયામાંથી લોકોનું સ્થળાંતર

અમરેલીના વડિયામાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સુરગવાળા સ્કૂલ તેમજ પટેલ વાડી તાલુકાની શાળામાં ખસેડાયા છે.

ગીર સોમનાથ  પણ ભારે વરસાદ અને પવન ના પગલે વીજળી ગુલ થઇ છે તો.

રાજકોટ

રાજકોટ  ખાતે પણ પોલીસ દ્વારા રેસ કોર્સ રીંગ રોડ ખાલી કરાવવામાં આવી રહ્યોછે.  અહીં  રાજકોટવાસીઓ મોટી સંખ્યામાં બેસવા અને ફરવા માટે આવતા હોય છે રેસકોર્સની પાળે બેસેલા લોકોને પોલીસ દ્વારા ઘરેજવા માટે અપીલ કરવામાં આવી હતી. અને ઘરે પહોચવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. મોરબીમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા