- સૌરવ ગાંગુલીને થયો કોરોના
- BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના સંક્રમિત
- કાલે રાત્રે આવ્યો ગાંગુલીનો કોરોના રિપોર્ટ
BCCI અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનાં ઓમિક્રોનનાં વધતા સંકટ વચ્ચે આ સમાચાર ચિંતાજનક છે. આ વર્ષની શરૂઆતમાં સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
આ પણ વાંચો – IND vs SA / ભારત અને દ.આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદનાં કારણે ધોવાયો, જાણો આજે કેવુ રહશે વાતાવરણ?
આપને જણાવી દઇએ કે, ભારતમાં કોરોનાનો પ્રકોપ ફરી એકવાર વધી રહ્યો છે. ઓમિક્રોનનાં કહેર વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી સોમવારે રાત્રે કોરોના સંક્રમિત થઈ ગયા છે. તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ગાંગુલીની હાલત હાલ સ્થિર હોવાનું કહેવાઇ રહ્યુ છે. જણાવી દઈએ કે, ભારતનાં વિવિધ ભાગોમાં કોવિડ-19 પોઝિટિવની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન દેશનાં 21 રાજ્યોમાં ફેલાઈ ગયું છે. જણાવી દઇએ કે, જાન્યુઆરી 2021માં સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના પછી તેમને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. ત્યારબાદ સૌરવ ગાંગુલીને મહિનામાં બે વાર એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. જો કે, તે પછી તે સાજો થઈ ગયો હતો અને સતત કામ કરી રહ્યો હતો. સૌરવ ગાંગુલીને કોરોના થયો હોવાના સમાચાર મળતા જ તેના તમામ ચાહકોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું છે.
BCCI President and former India captain Sourav Ganguly admitted to hospital after testing positive for COVID-19, say BCCI sources
— Press Trust of India (@PTI_News) December 28, 2021
આ પણ વાંચો – Cricket / ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી અને રન બનાવનાર આ ખેલાડી તેની કારકિર્દીમાં માત્ર એક જ વખત થયો સ્ટમ્પ આઉટ
ઉલ્લેખનીય છે કે, દેશમાં ફરી એકવાર કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, કોરોના ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં કહેર મચાવી રહ્યું છે, ભારતમાં પણ ઓમિક્રોનનાં 600 થી વધુ કેસ સામે આવ્યા છે, ઘણા આરોગ્ય નિષ્ણાતો તેને ત્રીજી લહેર જણાવી રહ્યા છે. જો કે દેશમાં કોરોનાનાં દૈનિક કેસ હજુ પણ 10 હજારથી નીચે નોંધાઇ રહ્યા છે. ત્યારે વધુ સાવચેતી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવામાં ઘણી મદદ કરી શકે છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
