દિલ્લી,
પોપ્યુલર ટીવી શો બિગ બોસની ૧૧મી સીઝન દરમિયાન શિલ્પા શિંદેના નામથી એક એમએમએસ વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયોમાં શિલ્પા તરીકે જોવા મળી રહેલી એક છોકરી અને વિકાસ ગુપ્તાને ઈન્ટીમેટ થતા જોવામાં આવ્યા હતા. જો કે ત્યારબાદ આ વિડીયો અંગે ખુબ બબાલ જોવા મળી હતી. ત્યારે હવે શિલ્પા શિંદેનો તે છોકરીનો અસલી વિડીયો મળ્યો ત્યારે તેને પોતાની બદનામીનો બદલો લેવા માટે આ વિડીયોને પોતાના એકાઉન્ટ પર ટ્વીટ કર્યો છે. પરંતુ આ વિડીયોની લીંક શેયર કરવા બાબતે હવે શિલ્પાની મુશ્કેલીઓ વધી છે.

શિલ્પા શિંદેએ ટ્વીટ સાથે એક એડલ્ટ વિડીયો શેયર કર્યા બાદ થઇ ટ્રોલ
હકીકતમાં બિગ બોસની ૧૧મી સિઝનમાં વિજેતા રહી ચુકેલી શિલ્પા શિંદેએ પોતાના ટ્વીટ સાથે એક એડલ્ટ વિડીયો પણ શેયર કર્યો છે. જો કે હવે આ વિડીયોને લઈને ફેન્સે શિલ્પાને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે. ફેન્સની સાથે સાથે બિગ બોસમાં શિલ્પાની રાઈવલ રહી ચુકેલી હિના ખાન અને તેઓના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલે પણ શિલ્પાને ફટકાર લગાવી છે અને તેને ગેર જવાબદાર ગણાવ્યું છે.
આ પોસ્ટને તરત જ ડિલીટ કરવામાં આવે : યુઝર

બીજી બાજુ માત્ર હિના અને બોયફ્રેન્ડ રોકી જ નહીં, આ વિડીયો સોશિયલ મીડિયામાં શેયર કરવા બાબતે યુઝરોને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું, “તમારા આટલા બધા ફેન્સ છે, તમે આ પ્રકારની લીંક કેવી રીતે શેયર કરી શકો છો. આ પોસ્ટને તરત જ ડિલીટ કરવામાં આવે”.
બીજા એક યુઝરે જણાવ્યું, “શું તમને પોતાને સાબિત કરવા માટે આ પ્રકારની લીંક શેયર કરવી યોગ્ય માનો છો ?”.
શું તમે એક જવાબદાર સેલિબ્રિટી તરીકે અ વિડીયો શેયર કરવાના બદલે પોલીસમાં ફરિયાદ ન કરવી જોઈએ ? : હિના ખાનના બોયફ્રેન્ડ રોકી
Also how do u or any of us can prove that d woman in the video was aware tht she was going to be showcased on any porn sites ?This is heights of irresponsibility! As u claim being a victim of such acts u shud hav never done this!I don’t care what fans do or say but THIS IS WRONG! https://t.co/RVTqfi9D1Y
— ROCKY (@JJROCKXX) April 21, 2018
હિના ખાનના બોયફ્રેન્ડ રોકીએ જણાવ્યું, “તમારી (શિલ્પા) સાથે જે થયું છે તેનાથી અમને પણ અફસોસ છે પરંતુ એક જવાબદાર સેલિબ્રિટી તરીકે સોશિયલ મીડિયામાં પોર્નનો વધારો કરવા કરતા પોલીસમાં ફરિયાદ ન કરવી જોઈએ ?
આ ઉપરાંત આપને પોતાની જાતને યોગ્ય બતાવવા માટે તે મહિલાનો પોર્ન વિડીયો શેયર કરી દીધો, આ કરતી વખતે શું આપણે એ વાતની સહમતી લીધી હતી કે તમે સોશિયલ મીડિયામાં આ વિડીયો શેયર કરવાના છો ?
રિયલ લાઈફ એ કોઈ રિયાલીટી શો નથી : હિના ખાન
Sad..anyone’s fans or regular trolls may get away by saying anything on SM but as a public figure we get a power to be able to reach to millions with just one tweet and at least we should be very careful n responsible. Specially in these times, real life is not a reality show ! https://t.co/T4mro52L5t
— Hina Khan (@eyehinakhan) April 21, 2018
બીજી બાજુ હિના ખાને પણ તેના બોયફ્રેન્ડનું સમર્થન કરતા ટ્વીટ કર્યું હતું અને જણાવ્યું, “આ ખુબ દુઃખદ વાત છે કે, સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ દરમિયાન કોઈ પણ પોસ્ટ કોઈ વ્યક્તિ કે મહિલાની છબી ખરાબ કરી શકે છે પરંતુ એક સેલિબ્રિટી હોવાના નાતે અમારા એક ટ્વીટ પણ ઘણા લોકો સુધી પહોચતા હોય છે. આ સમયમાં આપને ખુબ જ સાવધાની અને જવાબદારીથી પગલા ભરવા જોઈએ કારણ કે રિયલ લાઈફ એ કોઈ રિયાલીટી શો નથી”.
