ઝારખંડના ધનબાદમાં એક દર્દનાક અકસ્માત થયો છે. પૂર ઝડપે આવી રહેલ કાર નદીમાં ખાબકી હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે મોડી રાત્રે એક કાર રાંચીથી ધનબાદ જઈ રહી હતી, કારની સ્પીડ વધુ હોવાને કારણે ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું અને કાર નદીમાં ખાબકી ગઈ હતી. હાલ સ્થાનિક લોકોની મદદથી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

આ પણ વાંચો :આ જમાનાનો શાહજહાં, યુવકે પત્નીને તાજમહેલ જેવું ઘર કર્યું ગીફ્ટ, જુઓ તસ્વીરો
સ્થાનિક લોકોની સૂચના પર પોલીસ પહોંચી અને હાઈડ્રાની મદદથી કારને ખાઈમાંથી બહાર કાઢી હતી. પરંતુ કારમાં સવાર તમામ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હાલ સ્થાનિક લોકોની મદદથી પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. તાજેતરમાં, ઝારખંડના લાતેહાર જિલ્લાના મનિકા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ડોમુહન નદી પાસે NH 75 પર બસ અને ટ્રક વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. અકસ્માતમાં ટ્રકમાં સવાર મુસાફરનું મોત નીપજ્યું હતું. તેની ઓળખ ચંદવાના રહેવાસી મજૂર રાહુલ ભુઈયા તરીકે થઈ હતી, જ્યારે બસમાં સવાર લગભગ 25 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો :હનલે ઘાટીમાં 15 હજાર ફૂટની ઉંચાઇ પર ફરક્યો રાષ્ટ્રધ્વજ, સૈનિકોના સમુહે આપી સલામી
ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા 5 લોકોને રિમ્સમાં રિફર કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અકસ્માતમાં બચી ગયેલા મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે બસ ડ્રાઇવર બસમાં વાંધાજનક કૃત્ય કરી રહ્યો હતો, જેના કારણે ધ્યાન ભટકવાથી ભયાનક અકસ્માત થયો હતો.
આ પણ વાંચો :પંજાબમાં અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દર મહિને મહિલાઓને મળશે 1000 રૂપિયા..
આ પણ વાંચો :વહેલા ઓપિનિયન પોલ એટલે રાજકીય માર્કેટીંગ !!!
આ પણ વાંચો : નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે : PMની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ
