સીબીઆઈએ 7 જુલાઈ, 2017 ના રોજ IRCTC કૌભાંડમાં કેસ નોંધ્યો હતો. તેણે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવાર સાથે જોડાયેલા પટના, નવી દિલ્હી, રાંચી અને ગુરુગ્રામમાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપ એ હતો કે 2004 થી 2009 ની વચ્ચે, જ્યારે લાલુ યાદવ રેલ્વે મંત્રી હતા, ત્યારે બે IRCTC હોટલ, BNR રાંચી અને BNR પુરીના જાળવણી કરાર ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યા હતા.
લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવને આંચકો
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના વડા, બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી લાલુ પ્રસાદ યાદવ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની મુશ્કેલી વધી ગઈ છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC કૌભાંડ અને નોકરી માટે જમીનના કેસમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ વિરુદ્ધ આરોપો ઘડવાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે IPCની કલમ 420 હેઠળ આરોપો ઘડ્યા છે.
રાઉઝ એવન્યુ કોર્ટ ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે લાલુ યાદવે ટેન્ડર પ્રક્રિયામાં દખલગીરી કરી હતી અને તેમાં નોંધપાત્ર ફેરફારો કર્યા હતા. સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સહિત વિવિધ કલમો હેઠળ આરોપો ઘડ્યા છે.
કોર્ટ નક્કી કરશે કે કાર્યવાહી થશે કે નહીં
લાલુ યાદવ, તેજસ્વી યાદવ અને રાબડી દેવી હાલમાં રાઉસ એવન્યુ કોર્ટ પહોચી ગયા છે. IRCTC કૌભાંડના 14 આરોપીઓમાં લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ અને પ્રેમ ગુપ્તાનો સમાવેશ થાય છે. આ કેસમાં તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 29 મેના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જો,કે આજે કોર્ટના આદેશ પર નક્કી થશે કે આ કેસમાં લાલુ પ્રસાદ યાદવ પરિવારના સભ્યો પર કાર્યવાહી થશે કે નહીં.
આ પણ વાંચો: Land for Job case/સીબીઆઈએ લાલુ યાદવ અને અન્ય આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી, કોર્ટ 6 જુલાઈએ સુનાવણી કરશે
આ પણ વાંચો: ઘાસચારા કૌભાંડ/લાલુ યાદવ ફરી જશે જેલ? જામીન રદ કરવા સુપ્રીમ કોર્ટ પહોંચી CBI
