@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં લીલાછમ વૃક્ષોનું છેદન થતાં વૃક્ષ પ્રેમીઓમાં કચવાટની લાગણી ઊભી થવા પામી છે. સરકાર એક બાજુ મોટી માત્રામાં વૃક્ષ છોડનું રોપણ કરીને પંથકને હરિયાળું બનાવવા અવનવા વૃક્ષારોપણનાં કાર્યક્રમો યોજીને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.
વૃક્ષોનું જતન કરવું તેમજ તેની માવજત રાખવા બાબતે પણ લોકોને સમજ પૂરી પાડવામાં આવી રહી છે. તેવા સમયે સુરેન્દ્રનગર જવાહર ગ્રાઉન્ડ રોડ ઉપર કેટલાક લીલાછમ વૃક્ષો કાપવાની કામગીરી શરૂ કરવામાં આવતા વૃક્ષ પ્રેમીઓમાં કચવાટ ની લાગણી ઊભી થવા પામી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, શહેરના કેટલાંક મુખ્ય રસ્તાઓ ઉપર મૃતપાય ઉભેલા વૃક્ષો હજુ પણ અડીખમ ઉભા છે, ત્યારે શું આ મૃતપાય બનેલ વૃક્ષો ને છોડીને લીલાછમ વૃક્ષો શા માટે કાપવામાં આવી રહ્યા છે ? તેવા સવાલો પણ ઉઠ્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
