Not Set/ કેરળના ૧૧ જિલ્લાઓ થયા જળમગ્ન, હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિને જોતા જાહેર કર્યું રેડ એલર્ટ

ત્રિવેન્દ્રમ, છેલ્લા કેટલાક દિવસથી કેરળમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં ઠેર-ઠેર નોધપાત્ર નુકશાન થવા પામ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ જ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારસુધીમાં જુદી-જુદી ઘટનાઓમાં ૨૯ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. Kerala: Death toll due to flooding and landslides following heavy and incessant rains in the […]

Top Stories India Trending
DkTq0t9W0AUkbUo કેરળના ૧૧ જિલ્લાઓ થયા જળમગ્ન, હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિને જોતા જાહેર કર્યું રેડ એલર્ટ

ત્રિવેન્દ્રમ,

છેલ્લા કેટલાક દિવસથી કેરળમાં પડી રહેલા સતત ભારે વરસાદના કારણે રાજ્યમાં ઠેર-ઠેર નોધપાત્ર નુકશાન થવા પામ્યું છે. ભારે વરસાદના કારણે રાજ્યના ૧૧ જિલ્લાઓમાં સ્થિતિ ખૂબ જ વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે અને અત્યારસુધીમાં જુદી-જુદી ઘટનાઓમાં ૨૯ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે.

બીજી બાજુ ગંભીર પરિસ્થિતિને જોતા સેના, નેવી, કોસ્ટગાર્ડ અને NDRF જેવી અલગ અલગ એજન્સીઓ દ્વારા રાહત અને બચાવ કાર્ય પણ શરુ કરી દેવામાં આવ્યું છે. બતાવવામાં આવી રહ્યું છે કે, અંદાજે ૫૪,૦૦૦ લોકો પૂરના કારણે બેઘર થઇ ચુક્યા છે અને તેઓને સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરાઈ રહ્યા છે.

રાજ્યમાં પડી રહેલા સતત વરસાદના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા ઈડુક્કી જિલ્લામાં ૧૪ ઓગષ્ટ સુધી રેડ એલર્ટ અને વયાનડમાં ૧૫ ઓગષ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જયારે કન્નુરમાં ૧૩ ઓગષ્ટ સુધી રેડ એલર્ટ અને ૧૫ ઓગષ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા એર્નાકુલમ, પાલકદ, મલપ્પુરમ, કાલિકટમાં ૧૨ ઓગષ્ટ સુધી રેડ એલર્ટ અને ૧૪ ઓગષ્ટ સુધી ઓરેન્જ એલર્ટ, જયારે કાસરગોડમાં ૧૩ ઓગષ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

કેરળમાં આવેલા પૂરની પરિસ્થિતિ અંગે કેન્દ્રીય મંત્રી કે જે અલ્ફોન્સે કહ્યું, “કેરળમાં ૧૪ જિલ્લામાંથી ૧૧ પૂરથી પ્રભાવિત છે. કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષાબળોના જવાનોની ટુકડીઓ મોકલી છે અને છેલ્લા ત્રણ દિવસમાં રાજ્ય પ્રશાસન અને અન્ય ટીમો મદદ કરી રહી છે”.

બીજી બાજુ  કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને કેરળમાં આવેલા પૂરના કારણે સામે આવેલી વિકટ પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, તેમજ આ સ્થિતિને પહોંચી વળવા માટે ત્વરિત કાર્યવાહી કરવા દેવાના આદેશ આપ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા મૃતક લોકોના પરિવારજનોને ૪ લાખ તેમજ ઘર અને જમીન ઘુમાવવાવાળા લોકોને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.