Valsad/ કાળા રામજી મંદિરનો વિવાદ વકર્યો, પુજારી ઉતર્યા ઉપવાસ ઉપર

વલસાડ જિલ્લા ના ધરમપુર માં આવેલ વર્ષો જુના કાળા રામજી મંદિર નો વિવાદ વધુ વકર્યો છે.  મંદિરના પૂજારીએ ન્યાયની લડત ચલાવવા માટે આમરણાત ઉપવાસ પર બેઠા છે.

Top Stories Gujarat Others
dharm 9 કાળા રામજી મંદિરનો વિવાદ વકર્યો, પુજારી ઉતર્યા ઉપવાસ ઉપર

@ઉમેશ પટેલ, વલસાડ 

વલસાડ જિલ્લા ના ધરમપુર માં આવેલ વર્ષો જુના કાળા રામજી મંદિર નો વિવાદ વધુ વકર્યો છે.  મંદિરના પૂજારીએ ન્યાયની લડત ચલાવવા માટે આમરણાત ઉપવાસ પર બેઠા છે.

વલસાડ જિલ્લા ના ધરમપુર ખાતે આવેલ વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર કાળા રામજી મંદિર હાલ સાચવણી માટે સરકાર હસ્તક છે. સ્થાનિક મામલતદાર પાસે આ મન્દિરનો કારભાર છે. ત્યારે અહીં આવેલ રાજચન્દ્ર ટ્રસ્ટ દ્વારા તેમના ભગવાન રાજચન્દ્ર અહીં આવી પેહલા રોકાયા હતા. જે મંદિર ના ઓરડા માં એ રોકાયા હતા એ મંદિર ના ઓરડા નું સમારકામ માટે રાજચન્દ્ર ટ્રસ્ટ દ્વારા મામલતદાર પાસે માંગણિ કરી ને ત્યાં મૂર્તિ મૂકી ધાર્મિક ગતિવિધિ ઓ શરૂ કરી દેતા સ્થાનિક લોકો માં રોષ ની લાગણી ફેલાઇ છે.

રોડ અકસ્માત / દર્શન કરીને પરત આવતા પરીવારના ચાર સભ્યોનું લખતર પાસે અકસ્માત…

ગમખ્વાર અકસ્માત / વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, 2 બાળક સહિત 9ના મોત…

અમદાવાદ / તુલીપ સોસાયટીમાં ફાટ્યો કોરોનાનો રાફળો, મળ્યા અધધધ કેસ…

dharm 10 કાળા રામજી મંદિરનો વિવાદ વકર્યો, પુજારી ઉતર્યા ઉપવાસ ઉપર

ત્યારે વર્ષો થી પેઢી દર પેઢી થી મંદિરની સાચવણી કરતા આવેલ પૂજારીએ પહેલાં ગ્રામજનોનો હક મન્દિર પર હોય બહાર થી આવેલા લોકોને મંદિર કેવી રીતે સુપરત કરવું તે લડાઈ તેઓ 1 વર્ષ થી લડી રહ્યા છે ત્યારે તેનો કોઈ નિકાલ નહિ આવતા આખરે તેઓ બે દિવસ થી  આમરણાત ઉપવાસ પર મંદિર ની બહાર બેઠા છે.  જેને લઈ સમગ્ર પંથક માં લોકો માં રોષ ફેલાયો છે તેમજ નગર માં ચર્ચા નો વિષય બન્યો છે ત્યારે મંદિરના પૂજારીની માંગ છે કે જ્યાં સુધી ઓર્ડર કેન્સલ ના થાય ત્યાં સુધી ઉપવાસ કરશે.