અકસ્માત/ છાપી હાઇવે પર એસટી બસમાં લાગી આગ, 10 મુસાફરોને બચાવાયા..

બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.

Gujarat Others
A 279 છાપી હાઇવે પર એસટી બસમાં લાગી આગ, 10 મુસાફરોને બચાવાયા..

બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ ચાલકે સમયસૂચકતા વાપરીને 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. જ્યારે બસ બળીને ખાક થઈ ગઈ હતી.

img 20210522 wa0005 1621661469 છાપી હાઇવે પર એસટી બસમાં લાગી આગ, 10 મુસાફરોને બચાવાયા..

પાલનપુરથી મહેસાણા તરફ જ રહેલી એસ.ટી વિભાગની મીની બસમા અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. સમય સૂચકતા વાપરીને બસમાં સવાર 10 જેટલા મુસાફરોને સુરક્ષિત બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. બસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

img 20210522 wa0006 1621661493 છાપી હાઇવે પર એસટી બસમાં લાગી આગ, 10 મુસાફરોને બચાવાયા..

આ પણ વાંચો : સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમિસ્ટરના વિદ્યાર્થીઓને  મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે

જોકે, આગ કેવી રીતે લાગી તે હજી જાણી શકાયુ નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય હોવાનું પ્રાથમિક અનુમાન છે.

આ પણ વાંચો : ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઇટ પર કેનેડાએ વધુ એક મહિનો લગાવ્યો પ્રતિબંધ

આ પણ વાંચો :આજે બપોરે દેખાયો જૈનદેરાસરમાં એક ચમત્કારિક ઘટના, જેનું રહસ્ય આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી

sago str 19 છાપી હાઇવે પર એસટી બસમાં લાગી આગ, 10 મુસાફરોને બચાવાયા..