Heavy Rain/ આગામી કલાકોમાં રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

હજુ તો ભરાયેલા પાણી પૂરતા ઓસરયા પણ નથી ત્યાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી થતાં તંત્ર અને લોકોનો જીવ  તાળવે ચોટયો છે.

Top Stories Gujarat
વરસાદની આગાહી કરવામાં હજુ તો ભરાયેલા પાણી પૂરતા ઓસરયા પણ નથી ત્યાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી થતાં તંત્ર અને લોકોનો જીવ  તાળવે ચોટયો છે.

અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગતરાત્રિએ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ઠેરઠેર જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ જેવા મેગાસિટીમાં પણ અનેક રોડ અને રસ્તાઓ સહિત અનેક ઘરોમાં અને ભોંયરામાં પાણી ઘૂસી ગયા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હજુ તો ભરાયેલા પાણી પૂરતા ઓસરયા પણ નથી ત્યાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી થતાં તંત્ર અને લોકોનો જીવ  તાળવે ચોટયો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યના 5 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની સાથે ૩૦થી ૪૦ કી.મીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વીભાગ દ્વારા ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકામાં પોરબંદર, બોટાદ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, અમરેલી, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે

રાજ્યમાં હાલ ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદથી સ્થિતિ ગંભીર બની શકે છે. આ સાથે ભારે વરસાદથી નદી-નાળામાં ભારે પુર આવવાની પણ સંભાવના છે. જેને લઈ સંબંધિત કલેક્ટરોએ લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.

Crazy Rain / ગાંડોતુર વરસાદ : સમસ્યા સોશિયલ મીડિયાની નજરે !