Tokyo Olympics/ દીપિકા કુમારીએ રેન્કિંગ રાઉન્ડમાં મેળવ્યો 9 મો ક્રમાંક

આજથી ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવા જઈ રહ્યો છે. કોરોના મહામારીનાં કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યા બાદ હવે તેનું આયોજન કરવામાં આવ્યું છે.

Top Stories Sports
11 468 દીપિકા કુમારીએ રેન્કિંગ રાઉન્ડમાં મેળવ્યો 9 મો ક્રમાંક

આજથી ટોક્યો ઓલિમ્પિક્સ શરૂ થવા જઈ રહ્યો છે. કોરોના મહામારીનાં કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યા બાદ હવે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ટોક્યો ઓલિમ્પિક્સમાં દુનિયાભરનાં 11 હજારથી વધુ ખેલાડીઓ જાપાન પહોંચ્યા છે. વળી, ટોક્યો ઓલિમ્પિક્સ આજથી શુક્રવારથી શરૂ થયો છે. ભારત તરફથી પ્રથમ મેચ તીરંદાજીની છે. જેમા, દીપિકા રેન્કિંગ રાઉન્ડમાં લક્ષ્યાંક બનાવી રહી છે.

ઘોષણા / Olympic 2032નું આયોજન કરશે ઓસ્ટ્રેલિયાનું બ્રિસ્બેન,આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની ઔપચારિક જાહેરાત

ઓલિમ્પિક્સ 2020 માં ભારતનાં અભિયાનની શરૂઆત આજે એટલે કે 23 જુલાઇએ તીરંદાજીમાં ભારતની દીપિકા કુમારીની રેન્કિંગ રાઉન્ડથી થઈ હતી. શરૂઆતની મેચ મહિલા વ્યક્તિગત રાઉન્ડમાં યોજાઇ હતી, જેમાં દીપિકા કુમારીએ 9 મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ તે ભૂતાનનાં કર્મા સામે ટકરાશે જેણે આજે તેનો શ્રેષ્ઠ સ્કોર 616 બનાવ્યો હતો. દીપિકાએ 663 સ્કોર બનાવ્યો છે. જ્યારે દક્ષિણ કોરિયાની એએન સાન 680 નાં સ્કોર સાથે ટોચ પર રહી, અને લીના હેરાસિમેંકોએ 1996 માં 673 પોઇન્ટનાં આ પહેલાનાં રેકોર્ડને પાછળ છોડી દીધો હતો.

IND vs SL / શ્રીલંકાની હારથી કોચ મિકી આર્થર થયા ગુસ્સે, મેદાન પર કેપ્ટન સાથે કરી બોલાચાલી, Video

રેન્કિંગ રાઉન્ડમાં ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા તમામ આર્ચર્સનો સમાવેશ થાય છે અને કોઈને પણ બાકાત રાખવામાં આવતા નથી. આ રાઉન્ડનું મહત્વ એ છે કે જે તીરંદાજ સારું પ્રદર્શન કરે છે તે મુજબ ક્રમાંક મેળવે છે અને ત્યારબાદ આગામી નોકઆઉટમાં તે પોતાનાથી ઓછા ક્રમનાં તીરંદાજ સાથે સ્પર્ધા કરે છે, જેનાથી તેના સ્પર્ધામાં વધુ આગળ સુધી જવાની સંભાવનાઓ વધી જાય છે. આ રેન્કિંગ રાઉન્ડમાં બધા 64 આર્ચર્સ ભાગ લઈ રહ્યા છે જેમાં 72 તીર શૂટ કરવાનું કહેવામાં આવે છે અને તે પછી તેમના સ્કોર પ્રમાણે ક્રમાંક મેળવે છે. આ પછી, પ્રથમ ક્રમનાં આર્ચરને 64 માં રેન્ક આર્ચર સાથે સ્પર્ધા કરવી પડશે અને બીજા રેન્કની મેચ 63 માં રેન્ક સાથે થશે. આ પ્રમાણે જ આગળનાં રાઉન્ડમાં મુકાબલો ચાલતો રહેશે. આપને જણાવી દઇએ કે, તીરંદાજીમાં, ત્યાં સુધી સ્પર્ધા ચાલુ રહે છે જ્યા સુધી બે સ્પર્ધક બાકી ન રહી જાય અને મેચ ગોલ્ડનો હોય. જ્યારે સેમીફાઇનલમાં હારી ગયેલા બે આર્ચર્સને બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરવી પડશે. દીપિકા કુમારીએ 64 ખેલાડીઓ વચ્ચે શાનદાર પ્રદર્શન કર્યું અને પહેલા ભાગમાં નંબર 4 સ્થાને પહોંચી ગઇ. આ ભાગમાં મોટા ભાગે તેણી 10 ની આસપાસ રહી હતી પરંતુ પાછળથી તેણે એક જબરદસ્ત રમત બતાવી. આ દરમ્યાન, દક્ષિણ કોરિયાનાં 20 વર્ષીય તીરંદાજ એએન સાન ટોચ પર રહ્યો હતો.