Not Set/ અમેરિકાના સંસદની બહાર પોલીસ અધિકારીનું મોત, રાષ્ટ્રપતિ બિડેને વ્યક્ત કર્યું દુઃખ

અમેરિકાના સંસદની રાજધાની વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલ પરિસરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.

Top Stories World
A 29 અમેરિકાના સંસદની બહાર પોલીસ અધિકારીનું મોત, રાષ્ટ્રપતિ બિડેને વ્યક્ત કર્યું દુઃખ

અમેરિકાના સંસદની રાજધાની વોશિંગ્ટન ડીસીના કેપિટલ હિલ પરિસરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. યુએસ કેપિટોલ હિલ વિસ્તારમાં પોલીસ અધિકારીના મોત અને પોલીસ અધિકારીને ઇજા થતાં સમગ્ર વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે. યુએસ કેપિટોલ પોલીસે કહ્યું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને બંધ કરવામાં આવ્યો છે. માહિતી મુજબ યુએસ કેપિટલમાં ફાયરિંગની ઘટના બની છે. યુએસ કેપિટોલ હિલ વિસ્તારમાં બે પોલીસ અધિકારીઓની એક કાર સાથે ટકરાઈ હતી. જેમાં એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું છે અને એક ઘાયલ છે. આ અકસ્માતમાં શંકાસ્પદનું પણ મોત નીપજ્યું છે. હકીકતમાં, કારની ટક્કર બાદ પોલીસે કેપિટલ સંકુલની બેરિકેટ પાસે ગોળીબાર કર્યો હતો, જેમાં એક શંકાસ્પદ વ્યક્તિને ગોળી વાગી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પોલીસ અધિકારીના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

કેપિટોલ પોલીસના એક્ઝિક્યુટિવ ચીફ વાય પીટમેને કહ્યું કે ઘાયલ અધિકારીઓમાંથી એકની હાલત ગંભીર છે, જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું હતું. આ ઘટનામાં કારચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું હતું. દરમિયાન અધિકારીઓએ આ ઘટના આતંકવાદી હુમલા સાથે સંબંધિત હોવાનું નકારી કાઢ્યું છે. તે જ સમયે, તેમણે 6 જાન્યુઆરીએ બનેલી આ ઘટના વચ્ચે કોઈ સંબંધ હોવાનો પણ ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો :ઈરાક- સાઉદી અરબે મિલાવ્યા મિત્રતાના હાથ, મિત્રતાથી ઈરાકનો ભવિષ્ય સુધરશે

અધિકારીઓએ કહ્યું કે એવું લાગી રહ્યું છે કે કારના ચાલક પાસે છરી હતી, ત્યારબાદ પોલીસે ગોળીબાર કર્યો હતો. શુક્રવારની ઘટના બાદ અમેરિકન કેપિટલ સંકુલ બંધ કરવામાં આવ્યું હતું અને કર્મચારીઓને પ્રવેશ   પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વળી, પોલીસકર્મીના મોત પર શોક વ્યક્ત કરતાં, વ્હાઇટ હાઉસના ધ્વજને અડધી તરફ ઝુકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ બિડેને કહ્યું, “મને અને મારી પત્ની જીલને આ ઘટનામાં ઓફિસર વિલિયમ ઇવાન્સનું મોત નીપજતા ભારે દુ:ખ થયું છે.” હું તેના પરિવાર પ્રત્યે દુઃખ વ્યક્ત કરું છું. હું જાણું છું કે યુએસ સંસદમાં કાર્યરત તમામ લોકો અને સુરક્ષા કર્મચારીઓ માટે આ ખૂબ જ ખરાબ સમય છે. હું આ બાબતે સખત નજર રાખી રહ્યો છું અને તપાસ અંગે દરેક મિનિટે સમાચાર લઈ રહ્યો છું. અમે એક હિંમતવાન પોલીસ અધિકારી ગુમાવ્યા છે. તેમના ગયા પછી શોક વ્યક્ત કરતાં, હું હુકમ કરું છું કે વ્હાઇટ હાઉસનો ધ્વજને અડધો  ગુકાવવામાં આવશે.

આ પણ વાંચો :વેનેઝુએલામાં લેન્ડ માઇન બ્લાસ્ટમાં ત્રણ લોકોના મોત

તે જ સમયે, અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ કેપિટલ પોલીસ અધિકારીના મોત પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે અને અધિકારી વિલિયમ ઇવાન્સના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. હેરિસે કહ્યું, “હું કેપિટલ પોલીસ, રાષ્ટ્રીય ગાર્ડ અને તે બધા લોકોની આભારી છું કે જેમણે આ હુમલાનો ઝડપી જવાબ આપ્યો.” અમને તે હિંમતવાન પુરુષો અને મહિલાઓ પર ગર્વ છે કે જેઓ રાજધાનીનો બચાવ કરે છે, ખાસ કરીને આ પડકારજનક સમય દરમિયાન. ‘

કેપિટલમાં હિંસક ઘટના 6 જાન્યુઆરીએ પણ બની હતી

આ પહેલા 6 જાન્યુઆરીએ ડોનાલ ટ્રમ્પના સમર્થકો પણ સંસંદમાં જઇને તોડફોડ કરી હતી. હાલમાં સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજધાનીના રસ્તા પણ બંધ કરવામાં આવ્યા છે.  અને એક શંકાસ્પદ વ્યક્તિને પોલીસે પકડી લીધો છે. જો કે આ ધટના પાછળનું પ્રથમિક કારણ જાણી શકાયુ નથી.

આ પણ વાંચો :દક્ષિણ બાંગ્લાદેશમાં રોહીંગ્યા શરણાર્થીના કેમ્પમાં આગ,ત્રણના મોત