સ્ટોક માર્કેટ/ શેરબજારમાં મોટો કડાકો,સેન્સેક્સ 57000 ની નીચે ખુલ્યો,નિફટીમાં પણ ઘટાડો

આજે એટલે કે સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE ના 30 શેરો આધારિત મુખ્ય સેન્સેક્સ સેન્સેક્સ 1432 અંકોના ઘટાડા સાથે 567207 ના સ્તર પર ખુલ્યો

Top Stories Business
8 10 શેરબજારમાં મોટો કડાકો,સેન્સેક્સ 57000 ની નીચે ખુલ્યો,નિફટીમાં પણ ઘટાડો

જથ્થાબંધ અને છૂટક ફુગાવાના આંકડા આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ આવવાના છે. તે પહેલા જ શેરબજાર આજે એટલે કે સોમવારે ભારે ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE ના 30 શેરો આધારિત મુખ્ય સેન્સેક્સ સેન્સેક્સ 1432 અંકોના ઘટાડા સાથે 567207 ના સ્તર પર ખુલ્યો છે.  , પ્રી-ઓપનિંગમાં નિફ્ટી 298 પોઇન્ટ ઘટીને 17076 પર હતો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ સવારે 9.22 વાગ્યે 1323 પોઈન્ટના ઘટાડા સાથે 56829ના સ્તરે હતો જ્યારે નિફ્ટી 376.15 પોઈન્ટ ઘટીને 16,998.60ના સ્તરે હતો. નિફ્ટી 50માં ઓએનજીસી અને ટીસીએસ સિવાય તમામ શેર લાલ નિશાન પર હતા. ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, PSU બેન્ક, નિફ્ટી મેટલ, નિફ્ટી ફાર્મા, રિયલ્ટી, મેટલ, હેલ્થ કેર, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ, નિફ્ટી બેન્ક, નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસિસ, નિફ્ટી ઓટો, પ્રાઇવેટ બેન્ક, આઇટી ઇન્ડેક્સ સહિતના તમામ સૂચકાંકો લાલ નિશાન પર હતા.]

શુક્રવારે યુએસ બજારો ભારે ઘટાડા સાથે બંધ થયા હતા. 503, S&P 500 ડાઉજોન્સમાં 1.9% ઘટ્યો, જ્યારે Nasdaq પણ 294 પોઈન્ટ ઘટીને 14000 ની નીચે બંધ થયો. રશિયા યુક્રેન પર હુમલો કરે તેવી આશંકાથી બજારો તૂટ્યા છે. યુક્રેન પર વધતા તણાવને કારણે બ્રેન્ટ $96ની નજીક પહોંચી ગયો છે. સપ્ટેમ્બર 2014 પછી ક્રૂડ ઓઇલ સૌથી વધુ સ્તરે પહોંચી ગયું છે.