તુલીપ સોસાયટીના મેનેજમેન્ટ તરફથી કોવિડ-19ના કેસ હોવાની પૃષ્ટી થઇ છે. અમદાવાદ શહેરના પોશ એરિયાની આ સોસાયટીમા પ્રતિષ્ઠિત તબીબનુ પણ કોરોનાને કારણે અવસાન થયુ છે. સોસાયટીમા આવાગમન સંપૂર્ણ પ્રતિબંધિત છે. તુલીપ સોસાયટીમાં ૭૦થી વધુ કોરોનાના દર્દીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
દિવાળી એ અમદાવાદ ને કોરોનાની ભેટ આપી છે. શહેરમાં દિવાળી બાદ સતત કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સોલા સિવિલમાં 38 ડોક્ટર સહિત 100થી વધુ મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ કોવિડ-19ની ઝપટે ચઢ્યો છે.
નોધનીય છે કે, દિવાળી બાદ ત્રણ આંકડામાં પહોચેલો કોરોના સંક્રમીતોનો આંક ફરી એકવાર 1100+ થયો છે. તેમયે મહાનગર અમદાવાદમાં કોરોનાએ ફરીએકવાર માઝા મૂકી છે.
