Gandhinagar News/ ‘આપ’ના વિધાનસભાનાં દંડક પદેથી ઉમેશ મકવાણાનું રાજીનામું

આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીત બાદ બોટાદ બેઠક પરથી ધારાસભ્યએ ઝાટકો આપે તો પાર્ટીનું સંખ્યાબળ ફરીથી ઘટી શકે છે. અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: આમ આદમી પાર્ટી (AAP)ના બોટાદ (Botad)ના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ હોવાનું છેલ્લા ઘણા સમયથી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે બપોરે ઉમેશ મકવાણાએ વિધાનસભાનાં દંડક પદેથી રાજીનામું (Resign) આપ્યું છે. આજે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીત બાદ બોટાદ બેઠક પરથી ધારાસભ્યએ ઝાટકો આપે તો પાર્ટીનું સંખ્યાબળ ફરીથી ઘટી શકે છે. અગાઉ પણ ઉમેશ મકવાણાના રાજીનામા અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, તેમણે આ વાત અફવા ગણાવી હતી. મળેલી માહિતી મુજબ, ઉમેશ મકવાણા લાંબા સમયથી આમ આદમી પાર્ટીના કોઈપણ કાર્યક્રમમાં જોવા મળ્યા નથી. આમ આદમી પાર્ટીએ 2022ની વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણાને ટિકિટ આપી હતી. ઉમેશ મકવાણાએ ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવ્યા હતા. ધારાસભ્ય બન્યા બાદ, ઉમેશ મકવાણાને આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર બેઠક પરથી લોકસભા ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉમેશ મકવાણા હાલમાં કાયદાકીય આંટીઘૂટી અને વિવાદોમાં ઘેરાયેલા છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ બોટાદ જિલ્લામાં દારૂના વ્યવસાયી સામે કાર્યવાહી કરી ત્યારે ઉમેશ મકવાણાએ બોટાદના SP ને ફોન કરીને તેમના પક્ષના સભ્ય શૌકત સૈયદ મૌલાનાને એટ્રોસિટી એક્ટ હેઠળ છોડી મૂકવાની ધમકી આપી હતી, ત્યારે મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતે વિધાનસભામાં આ વાત કહી હતી. જોકે, આ પછી ઉમેશ મકવાણાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે સરકાર પાસે CBI-LCB જેવી તપાસ એજન્સીઓ છે. જો આ સાચું સાબિત થાય તો હું ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવા તૈયાર છું. આ ઉપરાંત, તેમના ભૂતપૂર્વ PA અજય જમોડેએ ઉમેશ મકવાણા વિરુદ્ધ લોકસભા ચૂંટણી દરમિયાન ખર્ચવામાં આવેલા 13 લાખ રૂપિયા પરત ન કરવા અને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં આજે 4564 ગ્રામ પંચાયતોના પરિણામ,જાણો કોણ બન્યું સરપંચ?”

આ પણ વાંચો:વકફ મિલકતોના GPS મેપિંગ અને ડિજિટલાઇઝેશન માટે ઋષિકેશ પટેલે રૂ. 6 કરોડની ગ્રાન્ટ ફાળવી

આ પણ વાંચો:પૂરક પરીક્ષાને ધ્યાને લઈ રાજ્ય સરકારનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય