Gondal/ રાદડિયાએ હવે જયરાજસિંહ સામે ખોલ્યો મોરચો, કહ્યું પોલીસ તેના ઇશારે નાચે છે અમે કોર્ટમાં લડીશું

યુટ્યુબર બન્ની ગજેરાને અકારણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Gujarat

Gondal News : ગોંડલ ખાતે કે સમગ્ર ગુજરાતની ધરી બની ચુકી હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. આખુ ગુજરાત ગોંડલની આસપાસ ફરી રહ્યું છે. ગોંડલમાં રાજકારણ ચરમસીમા પર પહોંચ્યું છે. તેવામાં પાટીદાર નેતાઓ એક પછી એક જયરાજસિંહ વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. તેવામાં વધારે એક પાટીદાર નેતાએ જયરાજસિંહ અને પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. જેમાં પીયૂષ રાદડિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જયરાજસિંહના ઇશારે જ નિખિલ દોંગા અને બન્ની ગજેરા વિરુદ્ધ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે. યુટ્યુબર બન્ની ગજેરાને અકારણ ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જેમાં પોલીસ જયરાજસિંહનો હાથો બનીને કાર્યવાહી કરી રહી છે. જો કે હવે પાટીદાર જાગૃત થઇ ચુક્યા છે. કોઇની ગુલામી કરવા માટે તૈયાર નથી રાજાશાહી જતી રહી છે તેવામાં અમે હવે હાઇકોર્ટમાં જઇને લડીશું. પાટીદારો સાથે થઇ રહેલા અન્યાય અંગે અમે સરકારને રજુઆત કરીશું. જો સરકાર બહેરી થઇ જશે તો અમે કોર્ટમાં મોરચો ખોલીશું.પીયૂષ રાદડિયાએ જણાવ્યું કે, હું બન્ની ગજેરાને ઓળખતો નહોતો. પોલીસ ખોટી રીતે ગજેરાને પહેલા ઓળખતો નહોતો. પોલીસે ખોટી રીતે નિખિલ દોંગાને આ કેસમાં ફસાવી રહી છે. મારા અને દિનેશ પાતર પર ખોટી ફરિયાદ કરી હતી.

બન્ની ગજેરાને કોઇ આર્થિક સહાય નિખિલ દોંગા પુરી પાડતો નહોતો. નિખિલ દોંગાને ફસાવવા માટે ગોંડલ પોલીસે ખોટા કાવતરા કર્યા. અમે કોર્ટ અને હાઇકોર્ટમાં જઇને પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, પિયૂષ રાદડિયા યુદ્ધએજ કલ્યાણ ગ્રુપ ચલાવે છે. પોતે પાટીદાર અગ્રણી હોવાનો દાવો કરે છે. અલગ અલગ રીતે ચર્ચામાં આવતા રહે છે.તેમણે જણાવ્યું કે, gondal politicsજયરાજસિંહના ઇશારે પાટીદાર અગ્રણીઓ વિરુદ્ધ ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા પછી વિધર્મી યુવકે મહિલા પર ગુજાર્યો બળાત્કાર

આ પણ વાંચો:સુરતમાં 6 વર્ષની બાળકીની પથ્થર વડે કરાઈ નિર્મમ હત્યા

આ પણ વાંચો:સુરતમાં 100 કરોડના ચકચારી બોગસ બિલિંગ કાંડમાં આરોપી કસ્ટડીમાં