વકફ બોર્ડ હસ્તકની મિલકતોના સર્વે, રેકર્ડ મેનેજમેન્ટ, વ્યવસ્થાપનની કામગીરીને વેગ મળશે
આજે ગાંધીનગર ખાતે કાયદા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રાજ્યમાં આવેલ વકફ બોર્ડ હેઠળની મિલકતોના GPS મેપિંગ, સર્વે અને ડીઝલાઈઝેશનની કામગીરી માટે રૂ. 6 કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં રાજ્યમાં વકફ બોર્ડની મિલકતોના GPS મેપિંગ માટે રૂ. 2 કરોડ, સર્વે કાર્ય માટે રૂ. 2 કરોડ અને વકફ બોર્ડની વેબસાઇટ અને ઓનલાઇન ડિજિટલાઇઝેશન પ્રક્રિયા માટે રૂ. 2 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે કુલ રૂ. 6 કરોડ થાય છે.
• આ કામગીરીને પગલે વકફ હેઠળની મિલ્કતોની ચોક્કસ ઓળખ પ્રસ્થાપિત થશે.
• ખરી મિલકતની જ નોંધણી થશે.
• બિનજરૂરી તકરારોનું નિરાકરણ આવશે.
• ગેરકાયદેસર દબાણોનો પ્રશ્ન ઉદ્ભવશે નહીં.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્રારા લાવવામા આવેલ Ummeed(Unified Waqf Management, Empowerment, Efficiency and Development) એક્ટ-2025 હેઠળની વિવિધ કાયદાકીય જોગવાઈઓનાં ભાગરૂપે આ કામગીરીને સઘન બનાવવાના પ્રયાસો ગુજરાત સરકાર દ્રારા હાથ ધરાયા છે.
આ પણ વાંચો: કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારંભ, 865 શાળાઓ સજ્જ
