Not Set/ લોકડાઉનમાં શાહપુરમાં પોલીસ પર પથ્થરમારાનાં 27 આરોપીઓનાં જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા

અમદાવાદનાં શાહપુરમાં પોલીસ પર પથ્થર મારાનાં કેસમાં 27 આરોપીઓનાં રેગ્યુલર જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં શાહપુરમાં લોકડાઉન દરમિયાન ગત 8મી મે ના રોજ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભુ થયું હતુ. ધર્ષણમાં શાહપુરનાં સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પથ્થરમારામાં શાહપુરના પી.આઇ ને પણ ઇજા થઈ હતી. પોલીસ દ્વારા પથ્થરબાજો સામે કડક કર્યવાહી […]

Ahmedabad Gujarat
a7f16d3897dab3f2f61fc64782d194b8 લોકડાઉનમાં શાહપુરમાં પોલીસ પર પથ્થરમારાનાં 27 આરોપીઓનાં જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા
a7f16d3897dab3f2f61fc64782d194b8 લોકડાઉનમાં શાહપુરમાં પોલીસ પર પથ્થરમારાનાં 27 આરોપીઓનાં જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા

અમદાવાદનાં શાહપુરમાં પોલીસ પર પથ્થર મારાનાં કેસમાં 27 આરોપીઓનાં રેગ્યુલર જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદનાં શાહપુરમાં લોકડાઉન દરમિયાન ગત 8મી મે ના રોજ સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઉભુ થયું હતુ. ધર્ષણમાં શાહપુરનાં સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પથ્થરમારામાં શાહપુરના પી.આઇ ને પણ ઇજા થઈ હતી. પોલીસ દ્વારા પથ્થરબાજો સામે કડક કર્યવાહી કરી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા 27 પથ્થરમારાનાં આરોપીઓની અમદાવાદ સેસન્સ કોર્ટ દ્વારા જામીન ફગાવી દેવામાં આવી છે.

શુ મહત્વની દલિલો કરવનામાં આવી બચાવ પક્ષ અને સરકારી વકિલો દ્વારા

અમારા અસીલો ની સામે આઇ.પી.સી ની કલમ ૩૦૭ ખોટી રીતે લગાવાઇ છે.  પોલીસ ઇન્સ્પેકટર ને ઇજા થઈ હતી, પરંતુ એટલી ગંભીર ઇજા પણ થઈ ન હતી.  તેઓ તરત જ નોકરીએ પાછા ફરી ગયા હતા. હોસ્પિટલમાં એડમીટ પણ નહોતા. માટે કાયદાની જોગવાઈ અનુસાર આ કેસમાં આઇ.પી.સી ની કલમ ૩૦૭ ખોટી છે, જે ના હોવી જોઈએ. અમારા તરફ થી બે જુદી જુદી વિડિયો કોર્ટમાં રજૂ કરાયા છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે પોલીસ લોકોની સામે પથ્થર મારી રહી છે. વિડિયો અમદાવાદ ના શાહપુરનાં છે – બચાવ પક્ષ 

સામે સરકારી વકિલ તરફથી  દલીલ કરવામાં આવી હતી કે, પોલીસ તરફથી પુરાવા માં બે સીસીટીવી ફૂટેજ કોર્ટ માં રજૂ કરાયા છે. આરોપીઓએ લોક ડાઉન દરમિયાન આવી હરકતો કરી છે જે ચલાવી શકાય નહિ માટે તેમના જામીન રીઝેક્ટ કરવા જોઈએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….