Not Set/ દહેજની વેલસ્પન કંપની દ્વારા 400 કર્મચારીઓની સાગમટે બદલી કરાતા કામદારોનો ઉગ્ર વિરોધ

વેલસ્પન કમ્પનીમાં કામકાજ દરમ્યાન કેટલાક કામદારો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં કમ્પનીના ક્યુસી વિભાગમાં કામકાજ દરમ્યાન અકસ્માત થતા મનીષભાઈ રાણાએ પોતાનો પગ ગુમાવ્યો હતો.

Gujarat Trending
welspum 1 દહેજની વેલસ્પન કંપની દ્વારા 400 કર્મચારીઓની સાગમટે બદલી કરાતા કામદારોનો ઉગ્ર વિરોધ

મુનીર પઠાણ@મંતવ્ય ન્યૂઝ

વેલસ્પન કમ્પનીમાં કામકાજ દરમ્યાન કેટલાક કામદારો અકસ્માતનો ભોગ બન્યા હતા. જેમાં કમ્પનીના ક્યુસી વિભાગમાં કામકાજ દરમ્યાન અકસ્માત થતા મનીષભાઈ રાણાએ પોતાનો પગ ગુમાવ્યો હતો. ઉપેન્દ્ર સિંધાએ પણ પાઇપ ઇન્સ્પેક્સન દરમ્યાન અકસ્માત થતા પોતાનો પગ ગુમાવ્યો હતો.આ બન્ને કર્મચારીઓ નકલી પગ સાથે પણ પોતાની ફરજ બજાવતા હતા. તો પરમાર કનુભાઈ પણ અકસ્માતનો ભોગ બનતા તેમને પણ પગમાં કાયમી ખોડ ઉભી થઇ હતી. છતાં પણ તેઓ કમ્પનીમાં ફરજ નિભાવતા હતા. આવા અન્ય કર્મચારીઓ પણ છે જેમને કમ્પની અકસ્માતોમાં ખોડ ખાપણો ઉભી થઇ છે. આ તમામને પણ બદલીના ઓર્ડર અપાતા તેઓના બેહાલ થયા છે. કમ્પનીએ માનવતા ગુમાવી છે તેવા આક્ષેપ સાથે હવે અમે ક્યાં જઈએ તેવો પ્રશ્ન સજળ આંખે ઉઠાવી રહ્યા છે.

welspum 3 દહેજની વેલસ્પન કંપની દ્વારા 400 કર્મચારીઓની સાગમટે બદલી કરાતા કામદારોનો ઉગ્ર વિરોધ

કોરોના મહામારીમાં કમ્પની મેનેજમેન્ટે અમને પડતા પર પાટુ માર્યું : નીરવ પટેલ (કમ્પની કામદાર )

કોઈ કામદાર પોતાનું વતન છોડી એટલે દૂર નોકરી કરવા ના જઈ શકે. અને તો કમ્પની કામદારોને છુટા કરશે. વર્ષોથી કમ્પનીમાં કામ કરીએ છીએ. આજે મોટા ભાગના કર્મચારીઓ 40 વર્ષ ઉપરના છે. તેમને બીજે નોકરી પણ નહીં મળે. કામદારોએ મકાન અને વાહનોની લોનો લીધેલી છે. હવે રોજગારી ગુમાવતા અમારું શુ થશે ? બાળકોની ફી હજી ભરાઈ નથી, શાળાઓમાંથી રોજ કોલ આવેછે. અમે ફી ક્યાંથી લાવીએ. અમારી જિંદગી જ ડામાડોળ થઈ ગઈ છે. કમ્પનીએ અમારી સાથે અમાનવીય વર્તન કર્યું છે. કોરોના મહામારીમાં કમ્પની મેનેજમેન્ટે અમને પડતા પર પાટુ માર્યું છે.

welspum 2 દહેજની વેલસ્પન કંપની દ્વારા 400 કર્મચારીઓની સાગમટે બદલી કરાતા કામદારોનો ઉગ્ર વિરોધ

બદલીના બહાને કામદારોની છટણી થઈ રહી છે : પ્રદીપસિંહ જાડેજા (પ્રમુખ – ગુજરાત કામદાર યુનિયન)

કમ્પની મેનેજમેન્ટ કામદારોની બદલીના બહાને છટણી કરવા માંગે છે. ભૂતકાળમાં પણ 100થઈ વધુ કર્મચારીઓની આ જ રીતે છટણી કરાઈ હતી.કમ્પની હવે કોન્ટ્રાકટ પદ્ધતિ આપનાવવા માંગે છે. જો કમ્પની બંધ કરવાના હોત તો ક્લોઝર નોટીસનો ઉપયોગ કર્યો હોત

કમ્પની પાસે પાઈપના ઓર્ડર ન હોવાનું જુઠાણું છે

કમ્પની મેનેજમેન્ટે પાઈપના ઓર્ડર ન હોવાથી ઉત્પાદન બંધ હોવાથી બદલી કરાઈ હોવાનું બહાનું આગળ ધરે છે. જે હળહડતું જુઠાણું છે. તાજેતરમાં જ કમ્પનીને 164 કિલોમીટર ની લંબાઈ ધરાવતી લાઈન માટે રૂપિયા 1725 કરોડના પાઈપનો ઓર્ડર મળ્યો છે. જેના અહેવાલ કમ્પનીના મીડિયા પ્લેટફોર્મ પર પણ મુકાયેલા છે.

sago str 13 દહેજની વેલસ્પન કંપની દ્વારા 400 કર્મચારીઓની સાગમટે બદલી કરાતા કામદારોનો ઉગ્ર વિરોધ