Not Set/ જમ્મુ-કાશ્મીરમાં ટુરિસ્ટ વાહન પર પથ્થરમારો કરતા એક પ્રવાસીનું મોત

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પથ્થરબાજો દ્વારા એક પ્રવાસી વાહન ઉપર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે તામીલનાડુના પ્રવાસી યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ દુઃખ વ્યક્ત કરીને મૃતક પ્રવાસીના પરિજનોની મુલાકાત લીધી હતી. જયારે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સીઝન શરુ થઇ છે ત્યારે ફરી […]

India Trending
stone pelting જમ્મુ-કાશ્મીરમાં ટુરિસ્ટ વાહન પર પથ્થરમારો કરતા એક પ્રવાસીનું મોત

શ્રીનગર,

જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પથ્થરબાજો દ્વારા એક પ્રવાસી વાહન ઉપર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે તામીલનાડુના પ્રવાસી યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ દુઃખ વ્યક્ત કરીને મૃતક પ્રવાસીના પરિજનોની મુલાકાત લીધી હતી. જયારે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દુઃખ વ્યક્ત કરીને સરકારની ઝાટકણી કાઢી હતી.

જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સીઝન શરુ થઇ છે ત્યારે ફરી પ્રવાસીઓ ઉપર હુમલા કરવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. જેમાં સોમવારે શ્રીનગરની નજીક સુરક્ષા દળો અને પ્રદર્શનકારી પથ્થરબાજો વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણ દરમિયાન પથ્થરબાજોએ પ્રવાસી વાહન ઉપર પથ્થરમારો કર્યો હતો જેના કારણે તમિલનાડુનો એક પ્રવાસી ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઘટના સોમવારે સવારે શ્રીનગરથી આશરે ૧૫ કિલોમીટર દુર આવેલા નરબલ વિસ્તારમાં બની હતી. ગુલમર્ગ જઈ રહેલા પ્રવાસીઓના વાહનો અચાનક કેટલાક પથ્થરબાજોએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં તમિલનાડુના એક ૨૨ વર્ષીય પ્રવાસી યુવક આર. થિરૂમણીના માથામાં પથ્થર વાગ્યો હતો. જેના કારણે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ હોસ્પિટલ જઈને મૃતક થિરૂમણીના પરિવારજનોની સાથે મુલાકાત કરીને તેમને સાંત્વના આપી હતી. મહેબુબા મુફ્તીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘આ ઘણી દુઃખદ ઘટના છે, મારું માથું શરમથી ઝુકી ગયું છે.

જયારે બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને પથ્થરબાજો અને સરકારની કામગીરી પ્રત્યે પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, ‘આપણે એક વાહન ઉપર પથ્થરમારો કરીને એક પ્રવાસીને મારી નાખ્યો. મહેરબાની કરીને આ હકીકત ઉપર વિચાર કરો કે આપણે એક પ્રવાસી પર પથ્થર માર્યા જેના લીધે તેનું મોત થયું. તે આપણા મહેમાન હતા. આવું ત્યારે થયું છે કે, જયારે આપણે આવા પથ્થરબાજો અને તેમની રીત-રસમની પ્રશંસા કરીએ છીએ