Earthquake/ આંદામાન અને નિકોબારમાં 5ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાની નહીં

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સોમવાર બાદ મંગળવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા

Top Stories India
6 9 આંદામાન અને નિકોબારમાં 5ની તીવ્રતાનો ભૂકંપ,કોઇ જાનહાની નહીં

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સોમવાર બાદ મંગળવારે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર,  આંદામાન અને નિકોબાર ટાપુઓના 215 કિમી ESE પર સવારે 5:57 વાગ્યે 5.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે એટલે સોમવારે પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, પોર્ટ બ્લેરથી 256 કિમી દક્ષિણ પૂર્વમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.4 નોંધવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા ન હતા.

5th test/ ઇંગ્લેન્ડને જીતવા માટે 119 રનની જરૂર, બેયરસ્ટો-રૂટની શાનદાર બેટિંગ,છેલ્લા દિવસે ભારતના બોલરો પર દારોમદાર