Mumbai News : બોલીવુડ એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ગોળીબાર કરનારા વિકી ગુપ્તા અને સાગર પાલને ગુજરાતના ભૂજથી 95 કિમી દૂરથી ઝડપી લેવાયા હતા. પોલીસની પુછપરછમાં તેમણે મહત્વનો ખલાસો કર્યો ચે. આરોપીઓ કહ્યું કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલે બન્નેને કામ પર રાખ્યા હતા. બન્નેએ એ પણ જણાવ્યું કે સલમાન કાનને 1998માં જોધપુરમાં કાળા હરણનો શિકાર મામલામાં સજા આપવા માંગે ચે. સલમાનને ડરાવવા માટે તેમને એક લાખ રૂપિયા મળ્યા હતા અને બાકીના ત્રણ લાખ કામ પૂરૂ થયા બાદ મળવાના હતા.
એક અખબારના અહેવાલ મુજબ હવે મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની પોલીસ કસ્ટડીની માંગણી કરી રહી છે. તેને માટે પોલીસ અદાલતમાં પણ જઈ શકે છે. લોરેન્સના ભાઈ અનમોલ વિરૂધ્ધ લુક આઉટ નોટિસ પણ ઈશ્યુ થઈ શકે છે. અનમોલ કેનેડામાં રહે છે. સલમાનના ઘર પર ગોળીબાર મામલે સોશિયલ મિડીયા દ્વારા કથિતપણે જવાબદારી પણ લીધી છે. જેસીપી લક્ષ્મી ગૌતમે કહ્યું હતું કે આરોપી વિકી ધો.10 પાસ છે અને સાગરે 8મા ધોરણ સુધી અભ્યા કર્યો છે. બન્ને વિરૂધ્ધ અગાઉ કોઈ કેસ નોંધાયેલા છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ
આ પણ વાંચો: મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ
આ પણ વાંચો: પ્લેનમાં જૂતા ઉતારી ટેબ્લેટ ખોલીને વડાપ્રધાન મોદીના રામલલાને ઓનલાઈન પ્રણામ