Tesla car/ ઈલોન મસ્કની ચીન મુલાકાત સફળ સાબિત થઈ, ટેસ્લા પર પ્રતિબંધ હટાવાયા

ટેસ્લા કાર પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણોને દૂર કર્યા છે. તેનું મુખ્ય કારણ છે કે…………

Top Stories World Breaking News
Image 67 1 ઈલોન મસ્કની ચીન મુલાકાત સફળ સાબિત થઈ, ટેસ્લા પર પ્રતિબંધ હટાવાયા

New Delhi News: વિશ્વના ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્ક માટે તેમની અચાનક લીધેલી ચીનની મુલાકાત ઉપયોગી નિવડી હોવાનું દેખાઈ રહ્યું છે. ચીને તેમના દેશમાં ટેસ્લા કાર પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણોને દૂર કર્યા છે. તેનું મુખ્ય કારણ છે કે ટેસ્લા ડેટા સુરક્ષા (ડેટા સિક્યોરિટી) નિયમોના પાલનની મુખ્ય પરીક્ષાઓ પાસ કરી ચૂકી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચીને ટેસ્લા કાર પર ડેટા સિક્યોરિટીનું કારણ આપીને અનેક નિયંત્રણો લગાવ્યા હતા.

Tesla CEO Elon Musk in China for talks - CNA

ડેટા સિક્યોરિટી લીક અને અન્ય કારણોસર ચીને સરકારી ઇમારતો તેમજ લશ્કરી મથકોમાં ટેસ્લા કારના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. ચીને ટેસ્લા કાર પરના તમામ પ્રતિબંધો હટાવી દીધા છે. ઈલોન મસ્ક માટે આ એક મોટા રાહતના સમાચાર છે.

ઈલોન મસ્કની ચીનની મુલાકાત પછી તરત જ, ચાઇના એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ અને નેશનલ કોમ્પ્યુટર નેટવર્ક ઇમરજન્સી રિસ્પોન્સ ટેકનિકલ ટીમે સોમવારે ઇન્ટેલિજન્ટ કનેક્ટેડ વાહનોના 76 મોડલની યાદી બહાર પાડી હતી. ટેસ્લાએ દેશના ડેટા સુરક્ષા પરીક્ષણો પાસ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગત રવિવારે એલન મસ્ક ચીનની મુલાકાતે અચાનક બેઇજિંગ પહોંચી ગયા હતા.

ટેસ્લાના વડા ઈલોન મસ્ક આ મહિને 21-22 એપ્રિલના રોજ ભારત આવવાના હતા, પરંતુ અચાનક તેમણે તેમની મુલાકાત રદ કરી દીધી. તેણે તેના ટ્વિટર હેન્ડલ પર પણ આ માહિતી શેર કરી છે. પરંતુ ભારતનો પ્રવાસ મુલતવી રાખ્યાના એક સપ્તાહ બાદ જ તેઓ અચાનક ચીનની મુલાકાતે ગયા હતા અને ઈલોન મસ્કે પોતાની એક્સ પોસ્ટમાં એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે હું ચીનનો ઘણો મોટો પ્રશંસક છું. તેણે ચીનના વડાપ્રધાન લી કિઆંગ સાથેનો પોતાનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

માહિતી મુજબ, નવેમ્બર 2023 માં શરૂ થયેલા ટ્રાયલ્સમાં કારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોવિશિલ્ડ રસી જોખમકારક! એસ્ટ્રાઝેનેકાએ કબૂલ્યું, ‘રસીથી આડઅસર થઈ’

આ પણ વાંચો:વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ દુબઈમાં બનશે! 400 એરક્રાફ્ટની સુવિધા